Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

અમદાવાદના બોપલ સ્થિત રીયલ એસ્ટેટ ગ્રુપ ઉપર આઈટી સર્વેમાં ૨૦૬ કરોડના વ્યવહાર મળ્યા

અમદાવાદ, તા. ૪ : અમદાવાદના બોપલના રીયલ એસ્ટેટ ગ્રુપ ઉપર આવકવેરા વિભાગના મેગા સર્ચમાં ૨૦૬ કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યાનું જાણવા મળે છે. ઈન્કમટેક્ષ વિભાગે સમર્થ બિલ્ડર્સ, રાજયશ બિલ્ડર્સ, સિલ્વર ઈન્ફાસ્ટ્રકચર, ડેવલપમેન્ટ અને બોપલમાં કન્સ્ટ્રકશન સાઈટ અને ઓફીસ ઉપર સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં ૨૦૬ કરોડના બિનહિસાબી વ્યવહાર બહાર આવ્યા છે. જયારે તમામ દરમિયાન ૫૭ લાખની રોકડ પણ મળી આવી છે.

(11:54 am IST)