Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

કલોલના મોખાસણના પાંચ બહેનોના એકના એક ભાઈએ ભણતરના ભારથી ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો

કલોલના સઇજ રેલવે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લીધો

કલોલ: તાલુકાના મોખાસણના પટેલ પરિવારમાં પાંચ બહેનો વચ્ચે એકના એક ભાઈએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. યુવકે કલોલના સઇજ રેલવે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લીધો હતો.

 ઘટનાની જાણ થતા દોડી આવેલી પોલીસે તપાસ કરતાં મરણ જનાર યુવક મોખાસણમાં રહેતો દિક્ષીત ભગવાનભાઇ પટેલ (૧૮ વર્ષ) હોવાનું સામે આવ્યું હતું. યુવકે ભણતરના ભારને કારણે આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું.

  કલોલ ગુરૂકુલ એન્જિનિયરિંગ કોલેજમાં ડિપ્લોમા કરતાં દિક્ષીત કલોલમાં પોતાના સંબંધી ત્યાં રહેતો હતો. અગમ્ય કારણો સર ઘરેથી નીકળેલા દિક્ષીતે સઈજ રેલવે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મુક્યું હતું. ટ્રેન નીચે આવી ગયેલા યુવક ઘટના સ્થળે જ મોત થયું હતું.

  મોખાસણના ખેડૂત ભગવાનભાઈ પટેલના પરિવારમાં પત્ની અને પાંચ પુત્રીઓ અને એક પુત્ર હતો. દિક્ષીતના પાંચેય બહેનોના લગ્ન થઈ ગયા છે, જ્યારે દિક્ષીત ઘરમાં સૌથી નાનો અને પાંચ બહેનો વચ્ચે એક ભાઈ હોવાથી સૌનો લાડકો પણ હતો. આ દરમિયાન આ યુવાને અચાનક આપઘાત કરી લેતા માતા-પિતાએ એકનો એક સહારો ગુમાવ્યો છે. તો પાંચ બહેનોએ એકનો એક નાનો ભાઈ ગુમાવતા પરિવાર આભ ફાટ્યું છે. ઘટનાનને પગલે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.બનાવથી અરેરાટી વ્યાપી છે.

(11:32 am IST)