Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

અમીરગઢના કિડોતરમાં કુટુંબીજનોના ત્રાસથી મુસલા પરિવારની હિજરત:પાલનપુર કલેકટર કચેરીએ ધામા

માથાભારે આરોપીઓ સામે પગલાં ભરવા,પોલીસ રક્ષણ આપવા અને વસવાટની વ્યવસ્થા કરવા માંગ

અમીરગઢ તાલુકાના કિડોતર ગામમાં વસવાટ કરતા એક પરિવારને પોતાના કુટુંબીજનોના ત્રાસથી હિજરત કરવાની ફરજ પડી છે. આરોપીઓ માથાભારે હોઈ તેમનાથી ભયભીત મુસલા પરિવારે ન્યાયની માંગ સાથે પાલનપુરની કલેકટર કચેરી આગળ ધામા નાખ્યા છે.

   આ અંગેની વિગત મુજબ અમીરગઢ તાલુકાના કિડોતર ગામે રહેતા હનિફભાઈ રસુલભાઇ મુસલાને તેમના માથાભારે કુટુંબીજનો વચ્ચે અગાઉ અવાર નવાર ઝઘડા તકરાર થયા હતા. જે અંગે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસે આરોપીઓ સામે કોઇ કાર્યવાહી ન કરતા માથાભારે આરોપીઓના ડર થી હનીફભાઈ મુસલાએ પોતાના પરિવાર સાથે ગામ છોડીને હિજરત કરી છે.

  પિડિત પરિવારે, માથાભારે આરોપીઓ સામે પગલાં ભરવા અને પોતાના પરીવારને પોલીસ રક્ષણ પૂરું પાડવા સાથે તેમના વસવાટની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.જોકે, ખુદ અમીરગઢ પોલીસ આરોપીઓને છાવરતી હોવાના પીડિત પરિવાર દ્વારા આક્ષેપ કરાયા હતા. ત્યારે બાળ-બચ્ચા સાથે પડાવ નાખનાર પીડિત પરિવારે ન્યાયની ગુહાર લગાવી છે.

(10:25 am IST)