Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

પાલનપુર પંથકમાં રોયલ્ટી ચોરી કરતા બે ડમ્પર ઝડપાયા ;ભૂમાફીઓમાં ફફડાટ

ગાઢ ગામે અને ધણિયાના ચોકડી પાસેથી ઓવરલોડિંગ અને રોયલ્ટી ભર્યા વગર ખનીજનું વહન કરતા ડમ્પરો ઝડપાયા

પાલનપુર :બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા પાલનપુર તાલુકા ગઢ ગામેથી અને પાલનપુર ધનિયાણા ચોકડી નજીકથી રોયલ્ટી ચોરી કરતા બે ડંમ્પર ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરતા ભૂમાફીયાઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો.

  આ અંગેની વિગત મુજબ બનાસકાંઠામાં રાત્રી દરમીયાન ઓવર લોડ તેમજ રોયલ્ટી ભર્યા વગર ખનિજનું વહન કરવામાં આવતુ હોવાની ફરીયાદ ઉઠવા પામી હતી. જેના પગલે ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોશીએ સ્ટાફ સાથે રાત્રી દરમીયાન પાલનપુર તાલુકાના ગઢ ગામે અને પાલનપુર ધનિયાણા ચોકડી પાસે ઓચિંતુ ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં ખનિજની ચોરી કરતા બે ડંમ્પરોને ઝડપી લઈ પાલનપુરની કલેક્ટર કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા.

આ અંગે ભૂસ્તર વિભાગ દ્વારા બંન્ને ડંમ્પરના માલીકોને નોટીસ આપી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતા અન્ય ભૂમાફીયાઓમાં ફફડાટ પ્રસરી ગયો છે.

(9:40 pm IST)