Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

પાટણના ચંદ્રમણાના પોસ્ટ માસ્તરની 5 લાખની ઉચાપતમાં ધરપકડ

પાટણ:તાલુકાના ચંદ્રુમણા ગામે બ્રાન્ચ પોસ્ટ ઓફીસમાં ફરજ બજાવતા બ્રાન્ચ પોસ્ટ માસ્તરે પોસ્ટમાં થાપણ જમા કરાવવા આવતા ગ્રાહકોની  પાસબુકમાં સહી-સિક્કા કરી ડિપોઝીટની રકમ ખાતામાં જમા ન કરી અંદાજે રૃ.૫ લાખ રૃપિયા કરતાં પણ વધારે રકમની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. પાટણ જિલ્લા પોસ્ટલ સુપ્રિ.એ  પ્રાથમિક તબક્કે ઉચાપત થઈ હોવાનું ધ્યાને આવતા ખાતાકીય તપાસ હાથ ધરી પોલીસ કાર્યવાહી કરવામાં આવશે તેમ પાટણ પોસ્ટલ કચેરી દ્વારા જાણવા મળ્યું છે.
ચંદ્રુમણા ગામે બ્રાન્ચ પોસ્ટ ઓફીસમાં હાલમાં ગ્રામિણ ડાક સેવક તરીકે ગાયત્રી પ્રસાદ દવે રહે.ઘરમોડા, તા.ચાણસ્માવાળો ફરજ બજાવે છે. પોતાની ફરજ દરમ્યાન પોસ્ટ ઓફીસમાં કેટલાક ગ્રાહકો પોતાની થાપણ જમા કરાવવા આવતા હતા તે થાપણ સ્વીકારી પાસબુકમાં સહિ-સિક્કા કરી ગ્રાહકની રકમ તેમના ખાતામાં જમા ના કરી બારોબાર તેની ઉચાપત કરતો હતો. જેનો ભોગ એક ગ્રાહક બનતા તેણે પાટણ જિલ્લા પોસ્ટ ઓફીસના સુપ્રિ.ને જાણ કરતાં આ અંગેની તપાસ ચાણસ્મા પોસ્ટલ ઈન્સ્પેક્ટર એચ.ડી.ખ્રિસ્તીને સોંપી હતી. જેમાં તપાસને અંતે ફરજ પરના પોસ્ટમાસ્તરે અંદાજીત રૃ.૫ લાખની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું
પોસ્ટ સુપ્રિન્ટેન્ડન્ટ જે.એલ. દરજીએ જણાવ્યું હતુંકે હાલમાં ચાણસ્મા પોસ્ટલ ઈન્સ્પેક્ટર દ્વારા સમગ્ર તપાસ અને પુરાવા એકત્રીત કરવાની કામગીરી ચાલી રહી છે અને ટુંક સમયમાં તપાસને અંતે કસુરવાર સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે.

(5:23 pm IST)