Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

આણંદના અજરપુરામાં ચૂંટણીની અદાવતમાં મારામારીના કેસમાં ડે. સરપંચ, સરપંચના પતિ સહિત ત્રણને ૩ વર્ષ અને ૩ માસની કેદ

એક આરોપી વિદેશ ફરાર થતા તેના પૂરતો કેસ પેન્ડિંગ :ફરિયાદીને 3 હજાર વળતર આપવા પણ હુકમ

આણંદના અજરપુરામાં ચૂંટણીની અદાવતમાં મારામારીના કેસમાં  ડે. સરપંચ, સરપંચના પતિ સહિત ત્રણને વર્ષ અને માસની કેદની સજા ફટકારાઇ છે અને ત્રણેયને 1500-1500નો દંડ ફટકારાયો છે જેમાં ૪૫૦૦ રૂપિયાનો કુલ દંડ જો આરોપીઓ ભરે તો તેમાંથી હજાર વળતર પેટે ફરિયાદીને ચુકવવા પણ હુકમ થયો છે એક આરોપી ટ્રાયલ દરમ્યાન લંડન ફરાર થઈ જતા તેના પુરતો કેસ પેન્ડિંગ રાખ્યો છે
  અંગેની વિગત મુજબ વર્ષ પહેલાં અજરપુરા ગામે સાંજના સુમારે ચૂંટણીની અદાવતમાં એકને માર મારીને ફેક્ચર કરી નાંખવાના કેસમાં આણંદની અદાલતે ત્રણને તકશીરવાર ઠેરવીને ત્રણ વર્ષ અને ત્રણ માસની સખ્ત કેદની સજા અને ૧૫૦૦-૧૫૦૦ એમ મળીને કુલ ૪૫૦૦નો દંડ, જો દંડની રકમ આરોપીઓ ભરે તો તેમાંથી ત્રણ હજાર વળતર પેટે ફરિયાદને ચુકવવા પણ કોર્ટે હુકમ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૧૦--૧૨ના રોજ સાંજના સાડા સાતથી પોણા આઠની વચ્ચે ઘનશ્યામભાઈ સોમાભાઈ પટેલ દૂધની ડેરીએ દૂધ ભરીને પરત ઘર તરફ જતા હતા ત્યારે દિિક્ષતભાઈ રમેશભાઈ પટેલ, મેહુલભાઈ રમેશભાઈ પટેલ, સુધીરભાઈ રાવજીભાઈ પટેલ અને કિરણભાઈ ગોપાલભાઈ પરમારે તેમની સાથે ચૂંટણીની અદાવત રાખીને ઝઘડો કર્યો હતો અને માર મારીને ફેક્ચર કરી નાંખ્યું હતુ. અંગે આણંદ રૂરલ પોલીસે ચારેય વિરૂધ્ધ ઈપીકો કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી અને તપાસ પૂર્ણ કર્યા બાદ આણંદની કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કર્યું હતુ.

કેસ આણંદના ચોથા એડી. ચીફ જ્યુ. મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી ગયો હતો. જો કે ટ્રાયલ દરમ્યાન દિક્ષીતભાઈ રમેશભાઈ પટેલ લંડન ફરાર થઈ ગયા હતા

(12:26 pm IST)