Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

અમદાવાદમાં લારી -ગલ્લા અને પાથરણા સંઘે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

લારી-ગલ્લા કે પાથરણા નહીં તો વોટ નહી: કેમપેઇન અંતગર્ત પાંચ લાખથી વધુ લોકો મત નહિ આપે

 

અમદાવાદ :અમદાવાદમાં લારી ગલ્લા અને પાથરણા ચલાવતા સંગઠનો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

  મળતી વિગતો મુજબ અમદાવાદમાં લારી-ગલ્લા અને પાથરણા સંઘે સરકાર સામે બાંયો ચડાવી છે. લારી ગલ્લા અને પાથરણા ચલાવતા લોકોના સંગઠને એક કેમ્પેઇન પણ શરૂ કર્યું છે. કેમ્પેઇનમાં કહેવામાં આવી રહ્યું છે કે લારી-ગલ્લા કે પાથરણા નહીં તો વોટ નહીં. કેમ્પેઇન અંતર્ગત કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદના લારી, ગલ્લા અને પાથરણાના પાંચ લાખથી વધુ લોકો મત આપવા નહીં જાય.

  કેમ્પેઇન ચલાવી રહેલા સંગઠનોનું કહેવું છે કે પોતાના મૂળભૂત હક અને અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. સાથે તેઓએ માગ કરી કે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014 લાગુ કરવામાં આવે. સરકાર મોલને બદલે લારી-ગલ્લા, પાથરણાવાળાને પ્રાધાન્ય આપે. જો તેમની માગ નહીં સ્વીકારવામાં આવે તો સરકાર સામેની લડાઇને રાજ્યવ્યાપી બનાવવામાં આવશે.

(10:21 pm IST)