Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

પેનાસોનિક ઓનલાઇન બ્રાન્ડ સાન્યો એસી કેટેગરીમાં રહેશે

ભારતમાં ડૂઓ કૂલ ઇન્વર્ટર એસી લોન્ચ કર્યા : અનેક ફીચર્સથી સજ્જ સાન્યોના નવા ઇન્વર્ટર એસી લોંચ

અમદાવાદ, તા.૪ : પેનાસોનિકની ઓનલાઇન બ્રાન્ડ સાન્યોએ આજે એર કન્ડીશનર સેગમેન્ટમાં ઝંપલાવ્યું હોવાની જાહેરાત કરી છે અને દેશમાં ઇન્વર્ટર એર કન્ડીશનર્સની શ્રેણી લોન્ચ કરી છે. અનેક ફીચર્સથી સજ્જ, સાન્યોની નવા ઇન્વર્ટર એસીની રેન્જ ૩ અને ૫ સ્ટાર રેટિંગમાં ૫ મોડેલ્સમાં ઉપલબ્ધ છે અને ૧, ૧.૫ અને ૨ ટનમાં આવે છે. આ રેન્જ એમેઝોન.ઇન અને પસંદગીના રિટેલર્સ પાસે રૂ. ૨૪,૪૯૦ની પ્રારંભિક કિંમત સાથે ઉપલબ્ધ બનશે. ડૂઓ કૂલ ઇન્વર્ટર ટેકનલોજી સાથે એસી ઇન્સ્ટન્ટ છતા ઉર્જા કાર્યક્ષમ કૂલીંગની ખાતરી આપે છે. પીએમ ૨.૫ એર પ્યોરિફિકેશન સિસ્ટમ ૨.૫ માઇક્રોમીટરથી પણ કદમાં નાના કણો (પીએમ ૨.૫) સહિત હવામાં ઉત્પન્ન થતા કણોનો નાશ કરે છે જેથી ઇન્ડોર હવાની ગુણવત્તા સુધારી શકાય. ઇકો ફંકશન્સ પર્ફોમન્સને શ્રેષ્ઠતમ બનાવે છે અને ઓછા વીજ વપરાશની ખાતરી રાખે છે. ૧૦૦ ટકા કોપર કન્ડેન્સર કાટ સામે પ્રતિકારકતા ધરાવે છે અને ૨ ગણી ઝડપી હીટ એક્સચેંજ પૂરું પાડે છે તે રીતે ઉર્જા કાર્યક્ષમતાને વિસ્તૃત બનાવે છે. આ લોન્ચ સમયે સાન્યો, પેનાસોનિક ઇન્ડિયાના બિઝનેસ વડા શ્રી સાર્થક સેઠે જણાવ્યું હતું કે, ભારતીય ગ્રાહકો માટે સાન્યો ઇન્વર્ટર એસીની નવી રેન્જને મુકતા અમે આનંદ અનુભવીએ છે. ફક્ત ઇન્વર્ટર ધરાવતા એસીની જ ઉર્જા કાર્યક્ષમ હોવાનું અમારા સંશોધને બતાવ્યું છે જે ભારતમાં એર કન્ડીશનર્સની ખરીદી કરતી વખતે અત્યંત નિર્ણાયક પરિબળ છે. ઉપભોક્તાઓ હવે સાન્યો ઇન્વર્ટર એસીની એ કિંમતે ખરીદી કરી શકે છે જે રેગ્યુલર ફિક્સ્ડ સ્પીડ એસી કરતા પણ ઓછા છે. ડૂઓ કૂલ ઇન્વર્ટર ટેકનોલોજી અને ગ્લેસિયર મોડ ફીચર સાથે સાન્યો ઇન્વર્ટર એસી અપવાદરૂપ વીજ બચત પર્ફોમન્સ સાથે કાર્યક્ષમ અને ઝડપી કૂલીંગ આપે છે. અમારી ઇન્વર્ટર એસીની નવી રેન્જ ઉપભોક્તાઓની બચત સાથે સરળતાની જરૂરિયાતમાં ખરા અર્થમાં વધારો કરવા માટેની છે. આ ભાગીદારી પર ટિપ્પણી કરતા અમેઝોન ઇન્ડિયાના લાર્જ એપ્લાયંસીસ એન્ડ ફર્નીચરના ડિરેક્ટર સુચિત સુભાષે જણાવ્યું હતું કે, સાન્યો ઇન્વર્ટર ટેકનોલોજી તેમજ શક્તિશાળી ફીચર્સ સાથેના એર કન્ડીશનર્સ આકર્ષક ભાવ ધરાવે છે. એર કન્ડીશનર્સની બહોળી પસંદગી પૂરી પાડવાના અમારા પ્રયત્નો અનુસાર અમે એમેઝોન.ઇન પર ગ્રાહકોને તે ઓફર કરવા માટે ઉત્સુક છીએ. સાન્યો દ્વારા નવા એસી કેટલાક રોમાંચક સેટીંગ્સ અને ફીચર્સ જેમ કે ગ્લેસિયર મોડથી સજ્જ છેજે ૩૫ ટકા વધુ ફેન સ્પીડની મંજૂરી આપે છે જેથી ઓછા સમયમાં તાત્કાલિક કૂલીંગ ડિલીવર કરી શકાય. ઓટો રિસ્ટાર્ટ ફંકશન આપોઆપ જ ઓરિજીનલ સેટીંગ્સ સાચવી રાખે છે જેથી ફરીથી સેટીંગ્સ કરવાની કંટાળાજનક પ્રક્રિયા કરવી પડતી નથી. સેલ્ફ-ડાયગ્નોસિસ મિકેનીઝમ જે તે ક્ષતિને ડીસ્પ્લે એરિયામાં દર્શાવે છે જેથી કોઇ પણ સમસ્યા સરળતાથી દૂર કરી શકાય. રિમોટ કંટ્રોલની ડિઝાઇન મહત્તમ આરામ આપે છે અને તેમા અનેક ફીચર્સ જેમ કે ડાર્ક ટેમ્પરેચર કંટ્રોલમાં પ્રકાશિત થાય છે અને સરળ ઓપરેશન માટે પાવર ઓન અને ઓફ બટન આપેલા છે.

(12:29 am IST)