Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

નડિયાદ પોલીસે બસસ્ટેન્ડ નજીકથી 159 બોટલ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો

નડિયાદ: શહેર પોલીસના ડી સ્ટાફે બસસ્ટેન્ડ પાછળ આવેલ બ્લ્યુરૂમ હોટલ નજીકથી એક ઈસમને ૧૫૯ નંગ વિદેશી દારૂનો બોટલો સાથે પકડી પાડી આ વિદેશી દારૂ ક્યાંથી લાવ્યો તે બાબતે તપાસ હાથ ધરી છે. 

મળતી માહિતી મુજબ નડિયાદ ડી સ્ટાફને એવી માહિતી મળી હતી કે એક ઈસમ બે થેલામાં ઈગ્િંલસ દારૂની બોટલો લઈ નડિયાદ રેલવે સ્ટેશનેથી બ્લ્યુરૂમ હોટલ તરફ આવી રહ્યો છે. જેથી પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન એક ઈશમ થેલા લઈને આવી ચઢતાં પોલીસે તેને અટકાવીને પૂછપરછ કરતાં તેનુ નામ શુભમ સંજયભાઈ મનવરે (મરાઠી) રહે કઠવાડા તા.દસક્રોઈ) હોવાનું બહાર આવ્યું હતુ. તેના હાથમાના થેલાની તલાશી લેતાં તેમાંથી વિવિધ માર્કાની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસને આ થેલામાંથી સીગ્નેચર રેર એજ્ડની બે લિટરની ૮ બોટલ, ટીટોઝ લંડન વોડકાની ૭૫૦ મીલીની બે બોટલ, સ્મીરન ઓફ ગ્રીન એપલ વોડકાની ૬૦ મીલીની ૮૩ બોટલ, વ્હાઈટ એન્ડ બ્લ્યુ ક્લાસીકની ૯૦ મીલીની ૩૦ બોટલો મળી કુલ બોટલ નંગ ૧૫૯ કિંમત રૂ.૨૫,૮૫૦ તથા મોબાઈલ નં ૧ કિંમત રૂ.૫૦૦ તેમજ રોકડ મળી પોલીસે કુલ રૂ.૨૬,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. 

(5:49 pm IST)