Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

અમદાવાદના ગોમતીપુરામાં સામાન્ય તકરારમાં બે મિત્રો વચ્ચે મારામારી: જીવલેણ હુમલાનો પ્રયાસ થતા યુવક પોલીસ સ્ટેશનમાં દોડતા જીવ બચ્યો

અમદાવાદ: શહેરના ગોમતીપુરમાં બે મિત્રો વચ્ચેની સામાન્ય તકરારમા મારમારી થઇ હતી જેને લઇન મંગળવારે મધરાતે મિત્રની હત્યા કરવા માટે પડોશી યુવક તેની પાછળ છરો લઇને દોડયો હતો જો કે યુવક નજીકમાં આવેલા પોલીસ સ્ટેશનમાં દોડી જતાં તે બચી ગયો હતો. પોલીસે છરા સાથે ઝનૂની આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગોમતીપુર પોલીસ સ્ટેશન પાસે આવેલી નાગોરીની ચાલીમાં રહેતા જયેશ ઉર્ફે જયુ રમેશભાઇ મીણા નામના યુવકે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે પડોશમાં રહેતા સોનુ અનીલભાઇ દિવાકરની બહેનના તાજેતરમાં લગ્ન હતા જેથી ફરિયાદીએ તેના કપડા પહેરવા માટે સોનુને આપ્યા હતા. તે કપડા પરત માગતા બન્ને વચ્ચે તકરાર થઇ હતી.

(5:45 pm IST)