Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

પોલીકેબ ઈન્ડિયા લી.નો કાલે આઈપીઓ ખુલશે

અમદાવાદઃ ''પોલીકેબ'' બ્રાન્ડ હેઠળ વાયર અને કેબલ તથા ફાસ્ટ મુવિંગ ઈલેકિટ્રકલ ગુડ્સના ઉત્પાદન અને વેચાણમાં વ્યવસાયમાં સંકળાયેલી પોલીકેબ ઈન્ડિયા લિમિટેડએ તા.૫ના શુક્રવારે ઈકિવટી શેરની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ પ્રસ્તુત કરવાની દરખાસ્ત રજૂ કરી છે.

આઈપીઓમાં કંપનીના રૂ.૪૦૦૦ મિલિયન સુધીનાં ઈકિવટી શેરનો ફેશ ઈશ્યુ તથા ઈન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર, પ્રમોટ સેલિંગ શેરહોલ્ડર્સ, પ્રમોટર ગ્રુપ સેલિંગ શેરહોલ્ડર્સ અને ઈન્ડિ વિડ્યુઅલ સેલિંગ શેરહોલ્ડર્સ જેઓ સંયુકતપણે ''સેલિંગ શેરહોલ્ડર્સ'' દ્વારા રૂ.૧૦ની ફેસવેલ્યુ ધરાવતા૧૭, ૫૮૨, ૦૦૦ ઈકિવટી શેર સામેલ છે. બિડ ૯ એપ્રિલ રોજ બંધ થશે. ઓફર માટેની પ્રાઈમ બેન્ડ ઈકિવટી શેરદીઠ રૂ.૫૩૩ થી રૂ.૫૩૮ છે. એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શનમાં લાયકાત ધરાવતા કર્મચારીઓનો ઈકિવટી શેરદીઠ રૂ.૫૩નું ડિસ્કાઉન્ટ ઓફર થયું છે.

એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન સીવાયની ઓફર નેટ ઓફર ગણાય છે. બિડ લઘુત્તમ ૨૭ ઈકિવટી શેર અને પછી ૨૭ ઈકિવટી શેરનાં ગુણાંકમાં થઈ શકશે.

(3:54 pm IST)