Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

બનાસકાંઠામાં કોંગ્રેસને ફટકો :ઠાકોર સેનાનાં બે સભ્યો અપક્ષ લડશે : પ્રદેશ મંત્રી મુકેશ ઠાકોર અને સ્વરૂપ ઠાકોર ફોર્મ ભરશે

બનાસકાંઠામાં કોંગ્રેસને ફટકો પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે અલ્પેશ ઠાકોરની 'ઠાકોર સેના' બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવારી નોંધાવશે. કોંગ્રેસે ઠાકોર સેનામાંથી કોઇને ટિકિટ ન આપતા ઠાકોર સેનાનાં બે સભ્યો અપક્ષ ઉમેદવારી નોંઘાવવાનાં છે. ગુજરાત ઠાકોર સેનાનાં પ્રદેશ મંત્રી મુકેશ ઠાકોર અને સ્વરૂપ ઠાકોર ફોર્મ ભરશે

   અલ્પેશ ઠાકોરે 'ઠાકોર સેના'નાં અને તેમની નજીકનાં લોકોને કોંગ્રેસમાંથી ટિકિટ મળે તે માટે ઘણી મહેનત કરી હતી પરંતુ કોંગ્રેસે તેમની માંગણીઓ ન સ્વીકારતા તેઓ કોંગ્રેસથી ઘણાં નારાજ છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ ઠાકોર સેના કોઇ મહત્વની જાહેરાત કરી શકે છે.

  ઠોકર સેના અલગ ઉમેદવારી નોંધાવશે તો કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. બનાસકાંઠામાં 4 લાખથી વધારે ઠાકોર સમાજનાં મતદારો છે જેથી સેનાનું માનવું છે કે બનાસકાંઠામાં તેઓ અપક્ષ ઉમેદવારી કરશે તો તેમને જ ફાયદો થશે

(2:11 pm IST)