Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

ભરૂચ લોકસભા બેઠકથી ઝઘડીયાના છોટુભાઇ વસાવાએ બીટીપીમાંથી ઉમેદવારી નોંધાવી

ભરૂચ :નર્મદા જિલ્લામાં ઝઘડીયાના ધારાસભ્ય અને બીટીપીના છોટુભાઇ વસાવાએ બીટીપીમાંથી ઉમેદવારી નોંધાવી છે છોટુભાઇ વસાવા તેમના સમર્થકો અને કાર્યકરો દ્વારા રેલી સ્વરૂપે ભરૂચ આવી ભરૂચ રેલ્વે સ્ટેશન સ્થીત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ વિશાળ કાફલા સાથે કલેકટરાલય પહોંચી જિલ્લા કલેકટરને પોતાનું ઉમેદવારી ફોર્મ આપી બી.ટી.પી માંથી ઉમેદવારી નોંધાવી હતી.

   ફોર્મ ભર્યા બાદ છોટુભાઇ વસાવાએ જણાવ્યું કે, અમે લોકોના જે કાર્યો અત્યાર સુધી નથી થયા તે કરવાના છે. તેમણે કોંગ્રેસ સાથે ગઠબંધનની વાત મુદ્દે ટુંકમાં જ પ્રત્યુત્તર આપી કહ્યું કે એ કોંગ્રેસ ને જ પુછજો. તો સાથે મનસુખભાઇ વસાવાને લીડ આપવા અંગે તેમણે કહ્યું કે મનસુખભાઇ એ વિચાર્યું નહીં હોય તેવી લીડ થી અમે જીતીશું નો દાવો કર્યો હતો.

   ભરૂચ બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ ખેલાશે છોટુભાઇ વસાવાની ઉમેદવારી થી બીજેપી માટે રસ્તો સાફ થયો છે.જયારે કોંગ્રેસ માટે ચઢાણ કપરા રહેશે. જો કોંગ્રેસ ઉમેદવાર તરીકે અહેમદ પટેલને ઉતારશે તો ભારે રસાકશી જામશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

(8:27 pm IST)