Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

દાહોદ પોલીસે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે 23 જેટલી ચેકપોસ્ટ ખોલી : વાહનોનું સઘન ચેકીંગ

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોની સાથે વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે દાહોદ જિલ્લો એટલે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો જિલ્લો છે અને ચૂંટણી હોય કે તહેવાર દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે. ત્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી બુટલેગરો દ્વારા દારૂ ઘૂસાડાતો હોય છે.જેને અટકાવવા માટે તેમજ બિન હિસાબી નાણાં કે સોના ચાંદીની હેરાફેરી દાહોદ જિલ્લામાં આંતરરાજય 18, આંતર જીલ્લા 2અને આંતરિક 2 એમ મળી કુલ 23 ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. જ્યાં હથિયાર ધારી જવાનો સાથે પોલીસ કાફલો દિવસ રાત બે પાળીમાં તૈનાત કરી દેવામાં આવ્યો છે અને રાજ્યબહારથી ગુજરાતમાં પ્રવેશ કરતાં તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે. અત્યાર સુધી વિવિધ સ્થળોએ થી દારૂ સહિતનો 40 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

(9:09 am IST)