Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

રાજ્યમાં આગામી શૈક્ષણિક સત્ર એક અઠવાડિયું મોડું :ઉનાળુ વેકેશનની તારીખ લંબાવાઈ :હવે 11જૂનથી નવું સત્ર થશે શરૂ

શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય

 

અમદાવાદ ;રાજ્યની શાળાઓમાં આગામી ૨૦૧૮-૧૯નું નવું શૈક્ષણિક સત્ર એક અઠવાડિયું મોડું શરૃ થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિની બેઠકમાં શાળાઓમાં ઉનાળુ વેકેશનની તારીખ લંબાવવામાં આવી છે.હવે તમામ ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ૭મેથી ૧૦ જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે. જ્યારે ૧૧ જૂનથી ૨૦૧૮-૧૯નું નવું શૈક્ષણિક સત્ર શરૃ થશે.

 શાળાઓમાં બોર્ડ પરીક્ષા અને ર્વાિષક પરીક્ષા સાથે આખો મહિનો ઉત્તરવહી મૂલ્યાંકન,પરિણામોની મોસમ જોવા મળશે. શાળાઓમાં આચાર્ય, શિક્ષકો પરિણામને લઇને ભાગદોડમાં વ્યસ્ત રહેશે. બીજી બાજુ અનેક પરિબળોને ધ્યાનમાં લેતાં શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર એક અઠવાડિયું મોડું શરૃ કરવાનો નિર્ણય લેવાયો છે. શિક્ષણ બોર્ડના ૨૦૧૭-૧૮ના શાળાકીય પ્રવૃત્તિઓના કેલેન્ડર પ્રમાણે અગાઉ શાળાઓમાં ઉનાળુ વેકેશનનો સમયગાળો મેથી જૂન સુધીનો નિયત કરવામાં આવ્યો હતો. જ્યારે જૂનથી નવું સત્ર શરૃ કરવાનો ઉલ્લેખ શિડયુલમાં કરાયો હતો.

 

(10:46 pm IST)