Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

રાજ્યમાં 15થી 17 વર્ષના તરૂણોમાં તમાકુના વ્યસનનું પ્રમાણ 3.5 ટકા હોવાનો ઘટસ્ફોટ

સ્કૂલો તથા કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં તમાકુનું વ્યસન વધ્યું

રાજ્યની સ્કૂલો અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં તમાકુનું વ્યસન વધ્યું હોવાની હકીકતો પ્રકાશમાં આવતાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તેની ગંભીર નોંધ લેવામાં આવી છે. રાજ્યના 15થી 17 વર્ષના તરૂણો પૈકી 3.5 ટકા તમાકુનું વ્યસન કરતા હોવાનો ધડાકો થયો છે. જેને લઈને વિભાગ દ્વારા શાળાઓમાં તમાકુના વ્યવસનને લઈને માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જે મુજબ સ્કૂલની 100 મિટરની ત્રિજ્યામાં કોઈ પણ તમાકુનું વેચાણ કરી શકશે નહીં. ઉપરાંત સ્કૂલમાં તમાકુનું ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા કોઈ પણ કાર્યક્રમ કે સ્પર્ધાનું આયોજન કરી શકાશે નહીં

સમગ્ર વિશ્વમાં તમાકુના સેવનના કારણે થતાં રોગોને લીધે દર વર્ષે 60 લાખ લોકો મૃત્યુ પામે છે. જેમાંથી 10 લાખ લોકો ભારતીય હોય છે. એક સર્વે મુજબ ગુજરાતમાં 15થી 17 વર્ષના તરૂણોમાં તમાકુના ઉપયોગનું પ્રમાણ 3.5 ટકા છે. રાજ્યમાં તમાકુના ઉપયોગનું પ્રમાણ ઘટાડવા માટે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ કાર્યરત છે. ઉપરાંત વર્ષ 2007-08માં નેશનલ ટોબેકો કન્ટ્રોલ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવ્યો છે. Gujarat Minor Smoking

તમાકુ નિયંત્રણ અધિનિયમના અસરકારક અમલીકરણ માટે અને શાળા કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓમાં નાની ઉંમરથી જ તમાકુની થતી આડઅસરો અને બિમારીઓ વિશે જાગૃતિ આવે તેમજ વિદ્યાર્થીઓમાં તમાકુનો ઉપયોગ અટકાવી શકાય તે હેતુથી ભારત સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડેલી છે. જે રાજ્યની તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં લાગુ પાડી શકાય છે

 

માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબના સુચનો અન્વયે જે તે કાયદાની કલમ અને તેના ઉલ્લંઘન બદલની સજા અને દંડની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. ગાઈડલાઈન અનુસાર શૈક્ષણિક સંસ્થાઓની બહાર સાઈનબોર્ડ અથવા તો વોલ પેઈન્ટથી ટોબેકો ફ્રી એરિયા તેવું લખાણ લખવાનું રહેશે. ઉપરાંત સંસ્થાના મકાનથી લઈને 100 યાર્ડની ત્રિજ્યાની અંદર કોઈ પણ પ્રકારની તમાકુની બનાવટની વસ્તુનું વેચાણ ન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. જે માટે સ્થાનિક સત્તા મંડળની મદદથી 100 યાર્ડની બાઉન્ડ્રી સ્પષ્ટ રીતે માર્ક કરવાની રહેશે  

ઉપરાંત કેટલીક વખત તમાકુની બનાવટોનું ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા શાળાઓમાં સેવાભાવી પ્રવૃત્તિઓ, કાર્યક્રમો, સ્પર્ધાનું આયોજન સ્પોન્સર કરવામાં આવે છે. તો કોઈ પણ સંસ્થાઓ આ પ્રકારના આયોજનમાં ભાગ લેવાનો રહેશે નહીં. વધુમાં કોઈ પણ વ્યક્તિ, વિદ્યાર્થી, શિક્ષક, અન્ય સ્ટાફ, સ્કૂલ બસના ડ્રાઈવર દ્વારા સંસ્થાની અંદર તમાકુના સેવનની અનુમતિ આપવાની રહેશે નહીં.

(8:57 pm IST)
  • રાજ બબ્બર રાજકારણ છોડી રહ્યા છે: ફિલ્મ જગતમાં ફરી સક્રિય બનવાની ભારે અફવા યુપીના ભૂતપૂર્વ કોંગ્રેસ વડા રાજ બબ્બરે ફિલ્મ જગતમાં ફરીથી એન્ટ્રી કરવા માટે ઘણા બોલિવૂડ પ્રોજેક્ટ્સ સ્વીકાર્યા છે. અફવા એવી છે કે તેઓ રાજકારણ છોડશે. access_time 9:21 am IST

  • જર્મનીએ કોરોના વાયરસ સામે કાર્યવાહી કરવા માટે દેશમાં વધુ ત્રણ અઠવાડિયા એટલે કે 28 માર્ચ સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. જો કે, આ સમયગાળા દરમિયાન કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. access_time 4:57 pm IST

  • પાકિસ્તાનના સેનેટ ચૂંટણીમાં ખૈબર પખ્તુનખ્વાહમાં પહેલા પાઘડીવાળા શીખ પ્રતિનિધિ બન્યા ગુરદીપ :સંસદના ઉપલાગૃહ માટે થયેલી ચૂંટણીમાં અલ્પસંખ્યક સીટ પર મોટા માર્જીનથી તેના હરીફ ઉમેદવારને હરાવ્યા : ગુરદીપસિંહને સદનમાં 145માંથી 103 મત મળ્યા જયારે જમિયત ઉલેમા -એ -ઇસ્લામના ઉમેદવાર રણજિતસિંહને માત્ર 25મત મળ્યા access_time 12:49 am IST