Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

સુરત ફાયર વિભાગની કડક કાર્યવાહી : રાજ માર્કેટમાં આવેલી 78 દુકાન અને 3 હોસ્પિટલને સીલ કરી

3 વખત નોટિસ બાદ પણ ફાયર સેફટી નહીં ઉભી કરતા ફાયરે વિભાગ દ્વારા સીલ મારી દેવાયા

સુરત ફાયર વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. સુરત ફાયર વિભાગ દ્વારા રાજ માર્કેટમાં આવેલી 78 દુકાન અને 3 હોસ્પીટલ સીલ કરવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા વેલકેર હોસ્પિટલ, મધુરમ હોસ્પિટલ, શિશુકેર હોસ્પિટલને સીલ કરવામાં આવી છે. રાજ કોરિયન્ટ માર્કેટમાં 26 દુકાન અને એક હોસ્પિટલ સિલ મારવામાં આવી છે. અપૂરતી ફાયર સેફટી લઈને 3 વખત નોટિસ બાદ પણ ફાયર સેફટી નહીં ઉભી કરતા ફાયરે વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું છે. ફાયર સેફટી લઈને સુરતનો ફાયર વિભાગ સતત કડક કાર્યવાહી કરી રહ્યું છે.

(9:43 pm IST)