Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

સુરતના મેયરે સફાઈકર્મીઓ સાથે જન્મદિવસ ઉજવ્યો : મોડી રાત્રે 12 વાગ્યે રેલવે સ્ટેશન વિસ્તારમાં પહોંચ્યા

બર્થ ડે કેક કાપી અને પોતાના હાથે ખવડાવી :ફુલ આપી, સાલ ઓઢાડી ગળે લગાવી સન્માનિત કર્યા

 

સુરત: શહેરના પ્રથમ નાગરિકએ રાત્રિના 12ના ટકોરે રેલવે સ્ટેશન વિસ્તારમાં સફાઈ કરતા અને શહેરને સ્વચ્છ કરવામાં ફાળો આપતા સફાઈકર્મીઓની વચ્ચે પહોંચી જઈ બર્થ ડે કેક કાપી હતી અને પોતાના હાથે ખવડાવી હતી.

સુરતના મેયર જગદીશ પટેલે પોતાના જન્મદિવસની કેક શહેરના સફાઈકર્મચારીઓ સાથે કાપી હતી અને ઉજવણી કરી છે. મેયરને તેમની વચ્ચે જોઈ સફાઈકર્મી ગદગદ થઈ ગયા હતા.

મેયરે તેઓને ફુલ આપી, સાલ ઓઢાડી ગળે લગાવી સન્માનિત પણ કર્યા હતા. મેયર સાથે કેટલાક સમર્થકો પણ પ્રસંગે હાજર હતા અને તેઓએ ભારત માતા કી જય સાથે ઉદાહરણરુ પ્રસંગને વધાવી લીધો હતો. મેયર જગદીશ પટેલે પહેલા સ્ટેશન પર આવેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કરી આશિર્વાદ મેળવ્યા હતા.

(12:17 am IST)