Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

પૂ,પ્રમુખસ્વામીના બહેન ગંગાબેન પટેલનું 97 વર્ષની વયે નિધન :સવારે વગાસી રોડ આણંદથી અંતિમયાત્રા

 

વિશ્વવંદનીય બ્રહ્મલીન પ્રમુખસ્વામીના બહેન ગંગાબેન પટેલનું 97 વર્ષની વયે આજે વહેલી સવારે નિધન થયું છે. આવતીકાલે એટલે કે, 5 માર્ચના રોજ સવારે ગંગાબેન પટેલની અંતિમયાત્રા તેમના નિવાસ સ્થાન વગાસી રોડ, આણંદથી નીકળશે.

  મળતી માહિતી મુજબ પ્રમુખ સ્વામીના ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનોના પરિવારમાંથી માત્ર ગંગાબેન પટેલ હયાત હતા. પ્રમુખ સ્વામીના પરિવારમાં પ્રમુખ સ્વામીના ત્રણ ભાઈઓના પરિવારમાં એક વારસદાર છે. જેનું નામ અશોકભાઈ પટેલ છે અને તેઓ વડોદરાના અટલાદરા વિસ્તારના આવેલા અક્ષર ગ્રીન ફ્લેટમાં રહે છે.

અશોકભાઈએ જણાવ્યું હતું કે, મારા પિતા ત્રણ ભાઈઓમાંથી સૌથી મોટા ભાઈ હતા અને પ્રમુખ સ્વામી ત્રણ ભાઈઓમાંથી સૌથી નાના ભાઈ હતા. તેમનું નામ શાંતિભાઈ પટેલ હતું અને તેઓ 11 વર્ષની ઉમરે ઘર-સંસારનો ત્યાગ કરીને સંન્યાસી બનવા ચાલ્યા ગયા હતા અને તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા ગ્રહણ કરી હતી. ત્યારબાદ પૂજ્ય બાપાના મોટા ભાઈ અને મારા પિતાથી નાના ભાઈ નંદુભાઈ પણ સાધુ બનવા માટે નીકળ્યા હતા, પરંતુ તેઓ પરત ઘરે ફર્યા હતા. મારા પિતા સહિત ત્રણ ભાઈઓમાં હું એક વારસદાર છું.

  અશોકભાઈએ વધુમાં કહ્યું હતું કે, પ્રમુખ સ્વામી જે પારણામાં ઝૂલ્યા હતા તે પારણું આજે પણ અમારી પાસે છે.

 

(12:15 am IST)