Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

રાફેલના મુદ્દાને જોરદારરીતે ચગાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે આક્રમક

રાફેલ ડિલના મુદ્દે કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા : આતંકવાદના મુદ્દે પણ કોંગ્રેસને ભીંસમાં લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તૈયાર

અમદાવાદ, તા. ૪ : ગુજરાતના જામનગરમાં મોદીએ ફરી એકવાર રાફેલનો મુદ્દો ઉઠાવ્યો હતો. આની સાથે જ કોંગ્રેસ પાર્ટી રાફેલના મુદ્દે પણ હવે સરકાર પર પ્રહાર કરવાની સ્થિતિમાં રહેશે નહીં.  આગામી લોકસભાની ચૂંટણીમાં રાફેલનો મુદ્દો પણ કોંગ્રેસ અસરકારકરીતે રજૂ કરી શકશે નહીં. કારણ કે, આજે વડાપ્રધાન મોદીએ પોતે જ રાફેલ ડિલનો મુદ્દો ઉઠાવ્યો હતો. મોદીએ કહ્યું હતું કે, યુપીએ સરકારના ગાળા દરમિયાન રાફેલ ડિલ રોકી દેવામાં આવી હતી જેનાલીધે આજે તકલીફ પડી રહી છે.

હવાઈ હુમલા દરમિયાન રાફેલની કમી નજરે પડી હતી. રાફેલ વિમાન ન હોવના કારણે નુકસાન પણ થયું હતું. રાફેલ ન હોવાના કારણે એક વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું પરંતુ જો રાફેલ રહ્યા હોત તો પાકિસ્તાનના કોઇ વિમાન ન બચ્યા હોત. આગામી દિવસોમાં રાફેલનો મુદ્દો પણ મોદી જોરદારરીતે ઉઠાવે તેવી શક્યતા છે. રાફેલને દેશમાં વહેલીતકે લાવવાની પણ વાત મોદી કરવા લાગી ગયા છે. આવી સ્થિતિમાં આતંકવાદ અને રાફેલના મુદ્દા આગામી લોકસભાની ચૂંટણીમાં જોરદારરીતે છવાઈ જાય તેવી શક્યતા દેખાઈ રહ્યા છે.

 

(8:59 pm IST)