Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

આણંદના સારસામાં મોટી નહેર નજીક બાઈક અથડાતા ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો: મહિલા ઈજાગ્રસ્ત

આણંદ:તાલુકાના સારસા ગામની મોટી નહેરના નાળા પાસે ગઈકાલે બપોરના સુમારે પુરપાટ ઝડપે જતુ એક પલ્સર બાઈક અથડાતા ચાલકનું સ્થળ પર મોત થયું હતુ જ્યારે પાછળ બેેઠેલી મહિલાને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થતાં તેણીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અંગે ખંભોળજ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ ખાતે રહેતા ફરિયાદી અહેસાનભાઈ અહેમદભાઈ શેખ તથા સલમાનભાઈ બન્ને જોડીયા ભાઈઓ છે. તેમના સગા ફોઈ સમીમબેન મહેબુબભાઈ શેખને વસ્તારમાં કોઈ સંતાન ના હોય સલમાનને ગોદ આપેલ છે. ગઈકાલે અહેસાનભાઈ પોતાના બાઈક પાછળ રેશ્માબેન પઠાણ તથા સલમાનભાઈ પોતાના પલ્સર બાઈક નંબર જીજે-૨૩, એડી-૪૯૩૭ ઉપર અશમાબેન પઠાણને બેસાડીને ખાનપુર ફરવા ગયા હતા જ્યાં ચારેય જણા એક બગીચામાં બેઠા બાદ પરત આવવા નીકળ્યા હતા

(6:28 pm IST)