Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

અમદાવાદ આર.આર.સેલે ડાંગરના ભુસા નીચે ટ્રકમાં સંતાડીને લઇ જવાતો 273 પેટી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

અમદાવાદ: રેન્જના આરઆર સેલે ગઈકાલે લાડવેલ-ડાકોર રોડ ઉપર આવેલા ચંદાસર ગામની તુલસી હોટલ પાસેથી ડાંગરના ભુંસાની નીચે છુપાવીને લવાયેલો ૨૭૩ પેટી વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાયવરને ઝડપી પાડીને બે શખ્સો વિરૂધ્ધ પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે

પ્રાપ્ત વિગતો અનુસાર ખેડા જિલ્લામાં પેટ્રોલીંગ કરી રહેલા આરઆર સેલના જવાનોને હકિકત મળી હતી કે, રાજસ્થાનથી એક ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને ટ્રક ચંદાસર ગામની તુલસી હોટલ પાસે ડીલીવરી માટે ઉભી છે જેથી પોલીસની ટીમ તુરંત તુલસી હોટલ પાસે પહોંચી ગઈ હતી અને ટ્રક નંબર આરજે-૨૭, જીએ-૪૩૬૪ની તલાશી લેતાં ટ્રકની પાછળ ડાંગરના ભુંસામાં ભરેલી એપીસોડ, મેકડોવેલ્ડ વીસ્કી, રોયલ ચેલેન્જ અને રોયલ સ્ટેગ બનાવટની કુલ ૨૭૩ પેટી કે જેની કિંમત ૧૧,૩૬,૪૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તે મળી આવ્યો હતો. પોલીસે ટ્રકના ડ્રાયવરનું નામઠામ પુછતાં તે ઉદેપુર જિલ્લાના દરોલી ગામે રહેતો સુખલાલ ગોવર્ધનજી ડાંગી (પટેલ)હોવાનું ખુલવા પામ્યું હતુ

(6:27 pm IST)