Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

નડિયાદના પીપલગની કેનાલમાં અજાણ્યા પુરુષની લાશ મળી આવતા અરેરાટી

નડિયાદ: પાસેના પીપગલ ગામ પાસેથી પસાર થતી મુખ્ય કેનાલમાંથી આજે સવારે એક અજાણ્યા પૂરૂષની લાસ મળી આવતા ચકચાર મચી છે. જોકે લાસ કોની છે, અને કેવી રીતે કેનાલમાં આવી તે અંગે પોલીસે તપાસ હાથધરી છે

કેનાલમાં તરતી લાસ જોઇ સ્થાનિકોએ નડિયાદ ગ્રામ્ય પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરતા પોલીસ તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા લાસને બહાર કાઢવામાં આવી હતી, જેને બાદમાં પોષ્ટ મોર્ટમ માટે નડિયાદ સીવીલ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. મહત્વની વાત છે કે લાસ ૧૦ થી ૧૫ દિવસ જુની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આટલા સમયથી લાસ પાણીમાં રહેતા મોટાભાગના શરીરના અંગો કોહવાઇ ગયા હતા, તેમજ કેટલોક ભાગ જળચર પ્રાણીઓ દ્વારા ખવાઇ જતા લાસની ઓળખ કરવી પણ મુુશ્કેલ બની હતી. હાલ તો નડિયાદ ગ્રામ્ય પોલીસ દ્વારા જાણવા જોગ નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

 

(6:27 pm IST)