Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

ગાંધીનગર જિલ્લામાં ભંગારની આડમાં ટ્રકમાં લઇ જવાતો 32 લાખનો વિદેશી દારૂ બિયરનો જથ્થો પોલીસે ચિલોડા-હિંમતનગર હાઇવે પરથી ઝડપ્યો

ગાંધીનગર: જિલ્લામાં દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગરની એલસીબીની ટીમે ગઇકાલે રાત્રે ચિલોડા-હિંમતનગર હાઇવે ઉપર છાલા ગામના પાટીયા પાસેથી ભંગારની આડમાં લવાતાં વિદેશી દારૂના જથ્થા ભરેલી ટ્રકને ઝડપી પાડી હતી. તેમાં સવાર ચાલકની ધરપકડ કરી ૩૨.૩૦ લાખના દારૂ સાથે કુલ ૪૩.૩૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સંદર્ભે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ગુનોં નોંધાવા પામ્યો છે.

ગાંધીનગર જિલ્લામાં દેશી - વિદેશી દારૂનું વેચાણ અને હેરાફેરી અટકાવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે. ત્યારે પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ચિલોડા - હિંમતનગર હાઇવે ઉપરથી પસાર થતો હોય છે. જેને પકડવા માટે અવાર નવાર બાતમીદારોને સક્રિય કરીને દારૂ પકડવામાં આવતો હોય છે

(6:25 pm IST)