Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

વડોદરા: જુદી-જુદી 14 જગ્યાએ ચોરીનો સામાન વેચનાર ત્રણ ઘરફોડિયાને પોલીસે માહિતીના આધારે ઝડપ્યા

વડોદરા: શહેરમાં ચોરીનો સામાન વેચવા ફરતા ત્રણ આરોપીઓને પીસીબી પોલીસે માહિતીના આધારે ઝડપી પાડયો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ ૧૪ ચોરીઓની કબૂલાત કરી છે. અંગેની વિગત એવી છે કે પીસીબી પોલીસે મળેલી બાતમીના આધારે વાઘોડિયા રોડ સૂર્યનગર બસસ્ટેન્ડ પાસેથી ત્રણ શકમંદોને ચોરીનો સામાન વેચવા જતા ઝડપી પાડયા હતા. પીસીબી પીઆઇ આર.સી. કાનમીયાએ હાથ ધરેલી પૂછપરછ દરમિયાન આરોપીઓએ એક દુકાન મકાન તેમજ ૧૦ થી ૧૨ ગલ્લાઓનઆ તાળા તોડી ચોરી કરી હોવાનું કબૂલ્યું છે. પોલીસે . અજય ઉર્ફે લાલો આમરસીંગ લુહાર (રહે. સરકારી સ્કૂલની બાજુમાં ઝવેરનગર પાસે વાઘોડિયા રોડ) . સુનિલ કાલીદાસ (રહે. ઝંડા ચોક કિશનવાડી) અને () ગૌતમ રમેશભાઇ સોલંકી (રહે. ભાયજી મહારાજના મંદિરની સામે પરિવાર સ્કૂલ પાસે આખા રોડ) ને શકમંદ હાલતમાં અટક કરી પાણીગેટ પોલીસને હવાલે કર્યા છે. પોલીસે ત્રણેય પાસેથી સીગારેટ અને પડીકીના પેકેટો કિંમત રૃપિયા ૧૫ હજારરોકડા રૃપિયા ૧૨,૫૦૦ એક મોબાઇલ ફોનએક પાવર બેન્કચાર સાડીઓવિગેરે મળીને કુલ રૃપિયા ૮૭,૪૦૦ ની મત્તા જપ્ત કરી છે. આરોપીઓ રાત્રે બે થી ચાર વાગ્યાના અરસામાં ચોરીઓ કરતા હતા.

(6:24 pm IST)