Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીમાં અધ્યાપક સામે છેડતી કરવાના આરોપમાં મહાવિદ્યાલયના અધ્યાપકને ક્લીન ચીટની સુનવણી

વડોદરા: શહેરમાં એમ.એસ.યુનિવર્સિટીની સિન્ડિકેટની આજે મળેલી બેઠકમાં અધ્યાપકો સામે છેડતી અને સતામણીના થયેલા આક્ષેપોના બે અલગ અલગ મામલામાં યુનિવર્સિટીની વિમેન્સ ગ્રિવન્સ કમિટી  દ્વારા થયેલી તપાસના રિપોર્ટ મુકવામાં આવ્યા હતા.

પૈકી સંસ્કૃત મહાવિદ્યાલયમાં એક વિદ્યાર્થિનીએ બે અધ્યાપકો ચેતન પંડયા અને પ્રફુલ પુરોહિત સામે સતામણી અને છેડતીના આક્ષેપ કર્યા હતા. પછી મામલાની તપાસ વિમેન્સ ગ્રિવેન્સ કમિટીસોંપાઈ હતી.કમિટીએ આપેલા રિપોર્ટના આધારે સિન્ડિકેટ દ્વારા મામલામાં ચેતન પંડયાને ક્લીન ચીટ અપાઈ છે.જ્યારે અન્ય અધ્યાપક પ્રફુલ પુરોહિત સામે ભૂતકાળમાં પણ આવી ફરિયાદો થઈ હોવાથી તેમને વોર્નિંગ આપવાનુ નક્કી કરાયુ છે.જોકે તેનાથી આગળની કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે.

 

(6:24 pm IST)