Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

વડોદરા નજીક ચિખોદ્રા એન.આઈ.આર પુત્રની જમીન માતાએ બરોબર વેચી દેતા તપાસ શરૂ

વડોદરા:શહેર નજીકના ચીખોદ્રા અને વડદલા ગામમાં આવેલી એનઆરઆઇની જમીનના ખોટા પાવરઓફ એટર્નીના આધારે વેચાણ દસ્તાવેજ થઇ ગયો હતો. જે અંગે એક એનઆરઆઇએ તેની માતા અને નિવૃત ડીવાય.એસ.પી.ના પુત્ર તેમજ પાવર ઓફ એટર્નીમા સાક્ષી તરીકે સહી કરનાર બે વ્યક્તિઓ વિરૂધ્ધ વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે

વડદલા ગામની જમીનનો વિવાદ અમેરિકા રહેતા પુત્રએ ખુદ તેની સગી જનેતા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોધાવી. અંગેની વિગત એવી છે કે, મૂળ તરસાલી ગામ અમીન ખડકીમાં રહેતા અને હાલમાં અમેરિકાના જ્યોર્જીયા ખાતે રહેતા હરિશ ભાઇલાલભાઇ પટેલ વર્ષ 1995થી અમેરિકામાં રહે છે

(6:23 pm IST)