Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

અમદાવાદના બોપલમાં શાળાના કર્મચારીઓને સ્કીમના મકાન આપવાના બહાને 72.50 લાખની છેતરપિંડી આચરનાર વિરુદ્ધ તપાસ શરૂ

અમદાવાદ:તુલીપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેમની ન્યુ તુલીપ ઈન્ટરનેશનલ સ્કુલના કર્મચારીઓ માટે બિલ્ડરો વિપુલ પટેલ અને મીઠાલાલ દવેની નરોડા સ્કિમમાં ૧૧ ફ્લેટ બુક કરાવવામાં આવ્યા હતા. જેમાં બિલ્ડરોને ૭૨.૫૦ લાખ ચુકવવામાં આવ્યા હતા. જોકે તેમણે એક ફ્લેટ અન્ય વ્યક્તિને વેચી દઈને અન્ય ફ્લેટોના દસ્તાવેજ કરી આપતા બોપલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે વિપુલ પટેલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(6:23 pm IST)