Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

અમદાવાદનો ચર્ચિત કિસ્સો: ફેસબુક પર નરાધમે ભાઈ બહેનના ફોટોનો ઉપયોગ કરી ફેક આઈડી બનાવ્યું: બીભત્સ ફોટા મૂકી પરેશાન કરતા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ

અમદાવાદ બનાવની વિગત મુજબ ફેસબુક પર કોઈ અજાણી વ્યકિતએ એક યુવક અને તેની બહેનના ફોટાનો ઉપયોગ કરીને ત્રણ ફેક આઈડી બનાવ્યા હતા. બાદમાં બિભત્સ ફોટા મુકીને તેમને પરેશાન કરતા તેમણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે તપાસ કરીને નરોડામાં લેબર કોલોનીમાં રહેતા સતનામ રાજેલાલ ગૌતમ (૨૩)ની ધરપકડ કરી હતી. તપાસમાં નરોડામાં મોર્ડન બેકરીમાં કામ કરતા સતનામ સાથે મનીષ ગૌતમ નામનો શખ્સ કામ કરતો હતો છેલ્લા ચાર માસથી તે વતન જતો રહ્યો હતો. મનીષને કેસના ફરિયાદી યુવક સાથે મનદુખ થયું હોવાથી મનીષ એક વર્ષ પહેલા યુવકની બહેનનો ફોટો વોટ્સએપ દ્વારા આરોપીના મોબાઈલમાં મોકલ્યો હતો. ફોટો ફેસબુકમાં શેર કરવા કહ્યું હતું. આરોપીએ ત્રણ ફેક એકાઉન્ટ બનાવીને ફરિયાદી અને તેની બહેનના ફોટા ડમી એકાઉન્ટમાં પુક્યા હતા. બાદમાં ફેસબુકમાંથી કોઈ અજાણી મહિલાના ફોટા મેળવી શેર કર્યાની કબુલાત કરી હતી.

(6:23 pm IST)