Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

બનાસકાંઠા જિલ્લામાં પીકઅપ ડાલામાંથી દારૂની હેરાફેરી કરવાની પ્રવૃત્તિનો પડદો ફાશ કરી 7 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

બનાસકાંઠા:ના વાસણ (કુડા) ગામની સીમમાંથી વેફરની આડ હેઠલ એક પીકઅપ ડાલામાં વિદેશી દારુની હેરાફેરી કરવાની પ્રવૃત્તિનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જ્યારે દારુના જત્થા સાથે રૃ.7,13,200ની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠાના પોલીસ અધિક્ષપ્પ્રદિપ સેજુળે આપેલ આદેશ અન્વયે આગથળાના પીએસઆઈ કે.કે.પાટડીયા, હેડ કોન્સ્ટેબલ વાલાભાઈ, અશોકભાઈ સહિતનો સ્ટાફ પંથકમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે વખતે મળેલી બાતમીને આધારે વાસણ (કુડા) ગામની સીમમાંતી એક બંધબોડીનું પીકઅપ ડાલામાં શંકા આધારે તપાસ કરી હતી. ડાલામાં બાળકોને ખાવાના કુરકુરીયાના પાઉચ વચ્ચે સંતાડવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારુની રૃ.3.12 લાખની કિંમતની 31,230 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે પીકઅપ ડાલામાં બેઠેલા રાજસ્થાનના વિક્રમ બેચરાજી રબારી તેમજ જગદીશ પીરારામ બિશ્નોઈની ધરપકડ કરી હતી.

(6:22 pm IST)