Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

બનાસકાંઠામાં બેંકખાતામાંથી 80 હજારની ઉઠાંતરી કરનાર ગઠિયા વિરુદ્ધ તપાસ શરૂ

બનાસકાંઠા: જિલ્લામાં બેંક ખાતામાંથી નાણાં ઉપડી જવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેનો વધુ એક બનાવ  પામ્યો હતો. પાલનપુર તાલુકાના કાણોદર ગામની એક મહિલાના બેંક ઉકાઉન્ટમાંથી બે દિવસમાં રૃ.80 હજારની રકમ ઉપાડી જતા મહિલા હતપ્રત બની ગઈ હતી અને બનાવ અંગે પાલનપુરમાં તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

કાણોદર ગામે નવાકુવા વિસ્તારમાં રહેતી મુણાલીબેન મહેશભાઈ નાઈ નામની ગૃહિણીઓનુ બેન્ક એકાઉન્ટ અમીરગઢ ખાતે આવેલી સ્ટેટબેંકમાં આવેલું છે. મહિલાના બેંક એકાઉન્ટમાંથી એટીએમ મારફતે તા.27 અને 28 ફેબુ્રઆરીના રોજ બે તબક્કામાં રૃ.40-40 હજાર ઉપડી ગયા હોવાનો મોબાઈલ ઉપર મેસેજ આવતા મહિલા હેબતાઈ ગઈ હતી અને બેન્ક ખાતાની તપાસ કરાવતા ઝારખંડના જામતારા બ્રાન્ચમાંતી કોઈ અજાણ્યા ગઠિયા દ્વારા મહિલાના બેંક એકાઉન્ટમાંથી ડુપ્લીકેટ એટીએમ દ્વારા બે દિવસમાં રૃ.80 હજાર ઉપાડી લીધા હોવાનું માલૂમ પડતા આખરે મુણાલીબેન નાઈએ મામલે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે. જોકે બેંક એકાઉટમાંથી બેંક ખાતેદારોની જાણ બહાર નાણા ઉપાડી જવાની વધતી જતી ઘટનાઓને લઈ લોકોમાં નાણાની સલામતીને લઈ ફફડાટ ફેલાયો છે.

(6:22 pm IST)