Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

વિજાપુર-પિલવાઇ હાઇવે પર વિદેશી દારૂની હેરાફેરી કરનાર ત્રણની ધરપકડ

મહેસાણા:વિજાપુર-પિલવાઈ હાઈવે પર આવેલા ખણુંસા નજીક ભારતીય બનાવટના વિદેશી દારુની હેરાફેરી કરવાની પ્રવૃત્તિનો પર્દાફાશ પોલીસે કર્યો હતો. રૃ.1.74 લાખની મત્તા સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા હતા. જોકે, મુખ્ય સુત્રધાર સહિત અન્ય ચાર જણા ફરાર થઈ ગયા હતા. અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિજાપુરના પીએસઆઈ એમ.એન.આદરેજીયા, હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ, પો.કોન્સ્ટેબલ પરેશકુમાર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે વખતે બાતમી મળી હતી કે ખણુંસાનો બુટલેગર મનુજી લક્ષ્મણજી વિહોલ વિજાપુર હાઈવે પર આવેલ પોતાની મહાદેવ હોટલ પાસેના કોમ્પ્લેક્ષ પાછળ વિદેશી દારુનો જથ્થો લાવ્યો છે અને ગ્રાહકોને બોલાવી વેચાણ કરી રહ્યો છે.

 

(6:21 pm IST)