Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

સરકારે પોતાના ૪ વીજ એકમો બંધ કર્યા, ખાનગી કંપનીઓ પાસેથી ખરીદીમાં ભ્રષ્ટાચાર ?

ગુજરાત પાવર પરચેઝ સ્ટેટ નંબર વન : ડો. મનીષ દોશીના પ્રહારો

અમદાવાદ તા.૪: ગુજરાત સરકારની વીજ ઉત્પાદક કંપનીના વધુ ચાર એકમો બંધ કરીને ખાનગી વીજળી વધુ ખરીદી કરોડો રૂપિયાની મલાઇ ખાવા સરકારે વારંવાર ખાનગી વીજ કંપનીઓના માલિકો સાથે કરેલ ગોઠવણ-ભાજપ સરકારનો ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપ કરી જવાબ માંગતા ગુજરાત કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકત્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે વીજ ઉત્પાદનના ૧૫ વર્ષમાં ૧૮,૧૨૮ મેગાવોટના વધારાના દાવા સામે હકીકતમાં ઉર્જા વિભાગે આરટીઆઇમાં આપેલા જવાબમાં ૨૩ વર્ષમાં સરકારી વીજ મથકોની ઉત્પાદન ક્ષમતા ૮૬૦૧ મેગાવોટ છે. વર્ષ ૨૦૧૬-૧૭માં સરકારી વીજમથકમાં પ્લાન્ટ લોડ ફેકટર ૨૯.૪૦ ટકા પ્રમાણે ફકત ૨૫૦૦ મેગાવોટ આસપાસ થાય છે. સરકારી વીજમથકોને ઓછી વીજ ક્ષમતા (લોડ ફેકટર) થી ચલાવીન સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લાગ્યો છે. કોંગ્રેસ શાસનમાં વર્ષ ૧૯૯૩-૯૪ માં સરકારી વીજ મથકોની ઉત્પાદન ક્ષમતા ૪૩૪પ મેગાવોટ હતી એન સરકારી વિજ મથકો સરેરાશ ૬૧.૪ ટકા સાથે કાર્યરત હતાં. કોંગ્રેસ શાસનમાં વિજ ઉત્પાદનમાં સ્વાવલંબી હતું જયારે ભાજપ શાસનમાં છેલ્લા ચાર વર્ષમાં સરકારી વીજ મથકોની ઉત્પાદન ક્ષમતા માત્ર ૩૧ ટકા પહોંચી ગઇ અને બીજી બાજુ ખાનગી વીજ કંપની પાસેથી છેલ્લા ચાર વર્ષમાં ૩ર.૯પ કરોડની જંગી વિજ ખરીદી કરવામાં આવી છે.

ભાજપના ગુજરાત સરપ્લાસ પાવર સ્ટેટ હોવાના જે દાવા થયા હકિકતમાં ગુજરાત સમગ્ર દેશમાં વિજ ખરીદીમાં પાવર પરચેસ સ્ટેટ નંબર ૧ છે. ર૦૦ર થી ર૦૧૭ દરમિયાન ગુજરાત સરકારે અમુક ખાનગી વીજ કંપનીઓ પાસેથી ૭૦,૭૧પ કરોડની જંગી વીજ ખરીદી કરીને ખાનગી વીજ કંપનીઓને તગડો નફો કરાવી આપ્યો. ભાજપ સરકારે તેના ર૩ વર્ષના શાસનમાં પ્રજાના હિતના ભોગે ખાનગી વિજ ઉત્પાદન કંપનીઓને તગડી કમાણી કરાવી છે. પાવર પર્ચેસ એગ્રીમેન્ટ (પીપીએ) યુનિટ દીઠ વિજ ખરીદીના ભાવો દર્શાવ્યા છે તેના કરતા ઉંચા ભાવે વીજ ખરીદી કરીને ૪૧૦૦ કરોડ જેટલી માતબર રકમ અમુક ખાનગી વિજ કંપનીઓને ચુકવીને મોટો ભ્રષ્ટાચાર કર્યો છે..

(3:20 pm IST)