Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદ,તા.૪: પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાત પ્રવાસે છે. ત્યારે રાજ્યની પોલીસ સ્ટેન્ડ બાય થઈ છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમ સ્થળે પોલીસનું ગ્રાઉન્ડ રિહર્સલ યોજાયું હતું. વર્તમાન સ્થિતિને જોઈ પોલીસે એક્શન પ્લાન ઘડ્યો છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચ, એસઓજી અને સાઈબર ક્રાઈમ સક્રિય થઈ છે. સાથે જ એટીએસને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. એરપોર્ટ, સિવિલ, વિશ્વ ઉમિયા ધામ ગાંધીનગર અને વસ્ત્રાલ સહિતના સ્થળો પર પોલીસે રિહર્સલ કર્યું હતું. એરપોર્ટથી લઇ કાર્યક્રમના તમામ સ્થળ અને રસ્તાઓ પર પોલીસ ખડકાઈ છે. સીસીટીવી વાન, વોટર કેનન, ક્યુઆરટી, પીસીઆર વાન, હોક્સ્ક્વોડ, બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ચેતક કમાન્ડો, વજ્ર વાહન, એનએસજી ટિમ, એસઆરપી, સીઆરપીએફ તૈનાત કરવામાં આવી છે. એરપોર્ટ, સિવિલ હોસ્પિટલ અને વસ્ત્રાલ ખાતે ૨ ડીસીપી, ૨ એસીપી, ૭ પીઆઇ, ૨૫ પીએસઆઇ, ૩૮૦ પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તૈનાત રહેશે. તો વિશ્વ ઉમિયા ધામ ખાતે ૧ એડિશનલ ડિજી, ૧ આઈજી, ૧૨ એસપી, ૪૦ ડીવાયએસપી, ૧૨૫ પીઆઇ, ૪૫૦ પીએસઆઇ, ૩૫૦૦  પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તૈનાત રહેશે.

(3:17 pm IST)