Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

દહેજની હેમાણી કંપનીમાં ગેસ લીકેજ થતા નાશભાગ

ટેન્કરમાંથી કેમિકલ ટ્રાન્સફર કરતી વેળાએ પાઇપ ફાટી જતા બ્રોમીન ગેસ લીકેજ થયો

દહેજની હેમાણી કંપનીમાં ગેસ લીકેજ થતા નાશભાગ મચી જવા પામી હતી. એક કામદારને ગેસ લાગતા સારવાર અર્થે ખસેડયો હતો. કંપનીમાં લીકેજ થયેલ ગેસ કન્ટ્રોલ હેઠળ હોવાનું કંપની સત્તાધીશોએ જણાવ્યુ હતું

   મળતી વિગત મુજબ દહેજની હેમાણી કંપનીમાં સાંજના સમયે ટેન્કરમાંથી કેમીકલ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ચાલતી હતી તેવા તાણે પાઇપ ફાટી જતા બ્રોમીન ગેસ લીકેજ થવા પામ્યો હતો.જેમાં એક કામદારને ગેસ લાગતા સારવાર હેઠળ ખસેડાયો હતો.કંપની સત્તાધીશોએ જણાવ્યુ હતુ કે ગેસ લીકેજ થી પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.ગેસની અસર થયેલ કામદારની સારવાર આપ્યા બાદ તેની તબિયત દુરુસ્ત હોવાનુ જણાવ્યુ હતુ.કોઈ મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી.જોકે ગેસ લીકેજ કંટ્રોલમાં આવતા કંપની કામદારો અને સ્થાનિકોએ રાહતનો દમ લીધો હતો

(12:54 pm IST)