Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

ભગવાને આપણને શરીર, હૃદય અને મગજની અણમોલ ભેટ આપી છે. ભગવાને આપેલી ભેટને જેમતેમ વેડફી ન નખાય : શા.માધવપ્રિયદાસજી સ્વામી

જેમ કેથલેબ એ હૃદયની સારવાર કરે છે તેમ એસજીવીપીમાં પગ મૂકતા હૃદય પરિવર્તન થાય છે: ડો. વિક્રાન્ત પાંડેકલેક્ટરશ્રી અમદાવાદ: ખરેખર SGVP હોલિસ્ટીક હોસ્પિટલ તો છે સાથે સાથે આરોગ્ય મંદિર છે. અહીં યોગ, આયુર્વેદ અને  એલોપથીનો સંગમ છે તે ક્યાંય જોવા નહી મળે: પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીશ્રી જોગી સ્વામી SGVP હોલિસ્ટીક હોસ્પિટલ ખાતે હૃદય તથા મગજને લગતી તમામ સારવાર કરતી અલ્ટ્રા-મોડર્ન કેથ લેબનો ઉદઘાટન સમારોહ યોજાયો

અમદાવાદ તા.  એલોપથી, આયુ્ર્વેદ અને યોગના સમન્વયરુપ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શ્રી જોગી સ્વામી SGVP હોલિસ્ટીક હોસ્પિટલ ખાતે હૃદયને લગતી  તમામ સારવાર કરતી અલ્ટ્રા મોડર્ન કેથ લેબનો ભવ્ય  સમારોહનું ઉદઘાટન  શા.માધવપ્રિયદાસજી સ્વામી હસ્તે તેમજ પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં  કરવામાં આવેલ.

    જેમાં અતિથિ તરીકે હર્ષદભાઇ બોત્સવાના, અતિથિ વિશેષ તરીકે ડો. વિક્રાન્ત પાંડે (કલેક્ટરશ્રી, અમદાવાદ), ગુરુકુલ ટ્રસ્ટી નવિનભાઇ દવે, મધુભાઇ દોંગા, રવિભાઇ ત્રિવેદી, વિપુલભાઇ ગજેરા, દ્રોણેશ્વર ગુરુકુલના ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામી તથા મોટી સંખ્યામાં હરિભકતો, ડોક્ટરો, મેમનગર ગુરુકુલ એસજીવીપી હોસ્ટેલ અને દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા હતા.

    કાર્યક્રમની શરુઆત મંચસ્થ મહાનુભાવોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

    ભકિતવેદાંતસ્વામીએ હોસ્પિટલ અને અલ્ટ્રા-મોડર્ન કેથ લેબનો ટુંકમાં પરિચય આપતા જણાવ્યું હતુે કે હૃદયને લગતી બિમારી, કેન્સર, લીવર ટ્રા્ન્સફર, એન્ઝોગ્રાફી, શરીરને બેલેન્સ ગુમાવવું, ચાલવામાં તકલીફ, ચહેરો ત્રાંસો થવો, બ્રેઇન સ્ટ્રોક વગેરે તમામ સારવાર અલ્ટ્રા મોડર્ન કેથ લેબ દ્વારા કરવામાં આવશે.                            

    પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે, અા ગુરુકુલ દ્વારા વિદ્યા સાથે અનેક પ્રવૃત્તિઓ ચાલે છે. અહીંથી છેવાડાના ગરીબ માણસોને મદદ કરાય છે.

    ખરેખર  SGVP હોલિસ્ટીક હોસ્પિટલ તો છે સાથે સાથે આરોગ્ય મંદિર છે. અહીં યોગ, આયુ્ર્વેદ અને એલોપથીનો સંગમ છે તે ક્યાંય જોવા નહી મળે.

    આ પ્રસંગે શા.માધવપ્રિયદાસજી સ્વામીએ તમામ ડોક્ટરોની સેવાને તાળીઓના નાદ સાથે વધાવી તમામને ફુલથી વધાવ્યા હતા. અને જણાવ્યું હતું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણના બે સિદ્ધાંતો ૧) પૃથ્વીને વિષે સદ્વિદ્યાની પ્રવૃત્તિ કરાવવી અને ૨) રોગીઓની સેવા કરવી એ સર્વજીવહિતાવહ સંદેશાને શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ મૂર્તિમંત કર્યા છે.

   શા.માધવપ્રિયદાસજી સ્વામીજીએ જણાવેલ કે, અહીં  સૌથી પ્રાચીન અને સૌથી અર્વાચીન અદ્યતન સુવિધાઓ  સાથેની યોગ, આયુર્વેદ અને એલોપેથીનો સુભગ સમન્વય થયો છે. અહીં દર્દીઓ સાજા તો થાય છે પણ સાથે તેને શાંતિ પણ મળે છે.

    ધર્મસ્થાનોમાં મોટે ભાગે કોઇને કોઇ વ્યક્તિ મુખ્ય હોય છે જ્યારે અહીં ગુરુકુલ અાશ્રમ એવો છે કે ત્યાં માણસ મુખ્ય નથી પણ મિશન મુખ્ય છે. માણસ મિશનને સમર્પિત છે.

    જો આપણે નિઃસ્વાર્થ સેવા કરીશું તો પરમાત્મા જરુર સાથ  દેવાના. પણ આપણાં હૃદયમાં વિકૃત ભાવના ન હોવી જોઇએ.

    અહીંની એકેેક ઇંટ પ્રેમથી મંડાણી છે કોઇને પરાણે કહેવાયું નથી. ભગવાન નારાયણ કલ્પવૃક્ષ છે. આપણે શુભ સંકલ્પ કરીએ તો ભગવાન અવશ્ય પુરા કરે છે.

    ભગવાને આપણને શરીર, હૃદય અને મગજની અણમોલ ભેટ આપી છે. ભગવાને આપેલી ભેટને જેમતેમ વેડફી ન નખાય.

    આપણી બુદ્ધિ શુભ વિચારોથી ભરેલી હોવી જોઇએ. હૃદય પ્રેમ, કરુણા દયા, ઉદારતા વગેરે સદ્ગુણોથી ભરેલા   હોવા  જોઇએ અને હાથ સારા કામ કરતા રહેવા જોઇએ.

  આ પ્રસંગે એસજીવીપી સ્કુલના ડાઇરેક્ટર શ્રી જયદેવભાઇ સોનાગરાએ શા.માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે ગુરુકુલ દ્રારા જે સેવાકાર્ય થઇ રહેલ છે તેનો પરિચય કરાવ્યો હતો.

    આ પ્રસંગે અમદાવાદ કલેક્ટરશ્રી ડો. વિક્રાન્ત પાંડેએ જણાવ્યું હતું કે આ સંસ્થામાં પગ મૂકતા કોઇ દૈવી સંચાર થાય છે .જેમ કેથલેબ એ હૃદયની સારવાર કરે છે તેમ અહીં ગુરુકુલમાં હૃદય પરિવર્તન થાય છે. ખરેખર અહીં હેલ્થ, અેજ્યુકેશન અને ધર્મનો સમન્વય થયો છે.

      આ પ્રસંગે કાર્ડિયોલોજીસ્ટ ટિમ ડો.અનુપ ગુપ્તા, ડો.જોયલ શાહ, ડો.ક્રિશ્નકિશોર ગોયલ, ડો.સાગર બેટાઇ, ડો.જયુન શાહ, ડો.હિતેશ ચાવડા, ડો.સંજય પટોળિયા, ડો.રજની પટેલ, ડો.ચૈતન્ય શ્રોફ,  ડો.ચિરાગ જોષી, ડો.કાર્તિક શુક્લા, ડો.દર્શન ઠાકર,  ડો.હેમલ નાયક, ડો.મંથન કણસારા, ડો.હર્ષવર્ધનભાઇ, ડો.વિપુલ બારસીયા, ડો.રાજેશ લાખાણી, ડો.ધીરજ મરોઠી, ડો.હિરેન કસવાળા, ડો. વસંત વાળુ, ડો. હેતલ પટોળિયા, ડો.સુરેશ ભાગીયા, ડો.પાયલ સહિજવાણી, ડો.જે.ડી પટેલ તેમજ વૈદ્યરાજોમાં વૈદ્યરાજ તપનભાઇ, વૈદ્યરાજ પ્રવિણભાઇ હિરપરા, વૈદ્યરાજ વિનય વોરા, વૈદ્યરાજ ભાવેશ જોષી, વૈદ્યરાજ ભવદીપ ગણાત્રા, વૈદ્યરાજ સ્વપ્નિલ મોદી, વૈદ્ય હિતિષા વોરા, હેતલ દેશાઇ(યોગા) વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સભા સંચાલન ભાનુભાઇ પટેલ સંભાળ્યું હતું.

 

(12:50 pm IST)