Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા- થેલીઓનો છૂટથી વપરાશ : ઝુંબેશ બાદ સ્થિતિ ઠેરની ઠેર :ફરીથી એકડો ઘુંટવાની તાકીદ

કરિયાણાની નાની-મોટી દુકાનો, ડેરી, મીઠાઇ-ફરસાણની દુકાન તેમજ શાકમાર્કેટમાં છૂટથી ઝભલા થેલીનો વપરાશ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કોઇ નવી ઝુંબેશના ઢોલ-નગારાં વગાડાય છે.પરંતુ પછીથી સ્થિતિ ઠેર ની ઠેર જેવા મળે છે પ્લાસ્ટિક ઝુંબેશ લાંબા સમયથી બિલકુલ ઠપ થઇ ગઇ છે, જેેના કારણે ટોચના સ્તરેથી પ્લાસ્ટિક ઝુંબેેશમાં ફરીથી એકડો ઘૂંટવાની તાકીદ સંબંધિત વિભાગને કરાઇ છે.

  પ્લાસ્ટિક ઝુંબેશ ઠપ થવાથી શહેરભરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ છૂટથી થવા લાગ્યો છે. કરિયાણાની નાની-મોટી દુકાનો, ડેરી, મીઠાઇ-ફરસાણની દુકાન તેમજ શાકમાર્કેટમાં છૂટથી ઝભલા થેલી જોવા મળે છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝુંબેશ દરમિયાન શહેરના પ્ર‌િતષ્ઠિત મોલમાં દરોડા પાડીને મીડિયામાં જોરશોરથી પ્રસિદ્ધિ લેનારા મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હવે ઝભલા થેલીના સતત વધતા જતા દૂષણની સામે જોવા તૈયાર નથી.

   જોકે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા પ્લાસ્ટિક ઝુંબેશ ઠપ થવાથી સંબંધિત વિભાગ પર રોષે ભરાયા છે. કમિશનર વિજય નેહરાએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનાે હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ તમામ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પ્રતિબંધિત પ્લાસ્ટિક સામેની ઝુંબેશને પુનઃ શરૂ કરવાનો આદેશ આપ્યો છે

 . બીજી તરફ છેલ્લે મળેલી હેલ્થ કમિટીની બેઠકમાં ભાજપના સભ્યોએ આગામી ચોમાસામાં ગટર લાઇનો પ્લાસ્ટિકના કચરાથી ફરીથી ચોકઅપ થશે તેવી ભીતિ વ્યકત કરી હતી.

(12:45 pm IST)