Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

યુવતીના ફેક આઈડી બનાવી બીભત્સ મેસેજ કરતા આરોપીની અમદાવાદ સાયબર સેલ દ્વારા ધરપકડ

અંગત અદાવત રાખી બદલો લેવા આ કૃત્ય કરતો હોવાની કબુલાત

અમદાવાદ : સોશિયલ મીડિયા પર યુવતી અને તેની બહેનના નામે ફેક આઈડી બનાવી ફેસબુક પર બીભસ્ત મેસેજ કરતા એક આરોપીને સાયબર ક્રાઇમે  ઝડપી પાડ્યો છે. ઝડપાયેલો યુવક બંને યુવતી સાથે અંગત અદાવત રાખી બદલો લેવા આ કૃત્ય કરતો હોવાની કબુલાત કરી છે.

  પોલીસ પકડમાં રહેલો આ સખ્સ મૂળ ઉત્તર પ્રદેશનો રેહવાસી સતનામ ગોતમ છે. જેને ફેસબુકમાં નંદુ નામના ત્રણ ફેક આઈડી બનાવ્યું હતું. અને દરેક આઈડીમાં કોઈ અજાણી મહિલાના ફોટા મુકાયા હતા .અને આ આઈડીથી યુવતી અને તેની બહેન સહીત અન્ય લોકોને મેસેજ કરતો હતો અમે બીભસ્ત શેર કરતો હતો.

(11:50 pm IST)