Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

સુરતમાં મહારાષ્ટ્ર પાસિંગની કાર સાથે બાળકોને ઉઠાવી જતી ગેંગ ઝડપાઇ : બે મહિલાઓ -એક પુરુષની ધરપકડ

નાના બાળકોના કપડા સહિતની વસ્તુઓ જપ્ત

સુરત :શહેરમાંથી પોલીસે બાળકોને ઉઠાવી જતી ગેંગની ધરપકડ કરી છે. સુરતની નવી સિવિલ ખાતેથી ખટોદરા પોલીસે બે મહિલા અને એક પરુષની અટકાયત કરી છે

   બાળકના પિતાને ખ્યાલ આવી જતા સમગ્ર મામલો પોલીસને જાણ કર્યો હતો. પોલીસે ત્રણની અટકાયત કરીને મુદ્દામાલ કબ્જે કર્યો છે.   

બાળકો ચોરતી ગેંગ પાસેથી પોલીસે મહારાષ્ટ્ર પાસિંગની એક કાર જપ્ત કરી છે. કારમાંથી પોલીસે તપાસ કરતા નાના બાળકોના કપડા સહિતની વસ્તુઓ જપ્ત કરી છે. મહત્વનું છે, કે થોડા દિવસ પહેલા જ સિવિલ હોસ્પિટલમાં એક બાળકીને ઉઠાવી જવાની ઘટના સામે હતી.

(11:47 pm IST)