Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉતર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી

બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, કચ્છ, દ્વારકામાં સામાન્ય વરસાદ પડશે

અમદાવાદ ;રાજ્યમાં  આગામી 36 કલાક વાદળછાયા વાતાવરણનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે અગામી 36 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે સવારથી જ ગુજરાતના આકાશમાં વાદળો મંડરાઈ રહ્યા છે.

  હવામાન વિભાગે આગાહી કરી છે કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉતર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, કચ્છ, દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. તો હવામાન વિભાગે આવી આગાહી છે.

(11:44 pm IST)