Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પાર્કિંગ ચાર્જ સામે પ્રવાસીઓમાં નારાજગી

પ્રવાસીઓને 150 થી 250 સુધી પાર્કિંગ ચૂકવવા પડતા હોવાથી ભારે રોષ ફેલાયો

નર્મદા : કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની ભીડ વધતા છેલ્લા 4 મહિનામાં 10 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા. જયારે 24 કરોડથી વધુની આવક થઇ રહી છે. ત્યારે 380ની ટિકિટમાં પ્રવાસીઓ બૂમો પાડી રહ્યા છે.

ત્યારે હવે આજ 3 માર્ચ થી વધુ એક બોજ પ્રવાસીઓ પર નાખવામાં આવી રહ્યો છે. જેમાં પ્રવાસીઓની ગાડીઓ આવે છે. જેને પીઆરઓ કચેરી પાસે મૂકી સ્ટેચ્યુની બસમાં જવાનું હોય છે. ત્યારે પીઆરઓ કચેરી પાસે અને પાર્કિંગની મુશ્કેલીમાં SRP ગ્રુપ દ્વારા પણ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી જેમાં મોટી બસોના 150 થી 200 રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે. જયારે જે લોકો સીધા સ્ટેચ્યુ પર ગાડી, બસ, લઈને જાય છે. તેમણે પણ હેલી પેડ પર પાર્કિંગ કરવાનું હોય છે. અહીંયા પ્રવાસીઓને 150 થી 250 સુધી પાર્કિંગ ચૂકવવું પડે ત્યારે પ્રવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે.

(10:34 pm IST)