Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

ગુજરાતમાં કિલર સ્વાઈન ફ્લુથી વધુ ૩ લોકોના મોત

સ્વાઈન ફ્લુથી મોતનો આંકડો વધીને ૧૦૭ થયો : અમદાવાદમાં સ્વાઈન ફ્લુના વધુ ૧૬ કેસો નોંધાતા માર્ચ મહિનામાં જ કેસોની સંખ્યા બે દિવસમાં ૭૪ ઉપર પહોંચી

અમદાવાદ,તા.૩ : સ્વાઈન ફ્લુના કારણે આજે વધુ ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે ૯૦ નવા કેસો સપાટી ઉપર આવ્યા હતા. આજે ૩ લોકોના મોતની સાથે સ્વાઈન ફ્લુથી મોતનો આંકડો વધીને ૧૦૭ ઉપર પહોંચી ગયો હતો જ્યારે સ્વાઈન ફ્લુથી અસરગ્રસ્ત થયેલા લોકોની સંખ્યામાં રેકોર્ડ ગતિએ વધારો થઇ રહ્યો છે. સ્વાઈન ફ્લુના કેસો કેટલા નોંધાયા છે તેના આંકડાને લઇને વિરોધાભાષી અહેવાલ મળી રહ્યા છે. આજે અમદાવાદમાં ૧૬, સાબરકાંઠામાં ૧૦ નવા કેસ સપાટી ઉપ આવ્યા હતા. ૭૫૯ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. સ્વાઈન ફ્લુને રોકવા માટે તંત્ર તરફથી તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. સિઝનલ ફ્લુના કારણે અનેક દર્દીઓ સરકારીની સાથે સાથે ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા અને અમદાવાદમાં સ્વાઈનફ્લૂનો આતંક વધારે દેખાઈ રહ્યો છે. સ્વાઈન ફ્લૂથી બચવા માટે તંત્ર દ્વારા અલગ વ્યવસ્થા અમદાવાદ સહિતના મહાનગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી હોસ્પિટલમાં કરવામાં આવી છે. ગયા વર્ષે સ્વાઈન ફ્લૂના મોટી સંખ્યામાં કેસો નોંધાયા હતા. તંત્ર દ્વારા આંકડા પણ જારી કરવામાં આવ્યા હતા. દેશના સ્વાઈન ફ્લૂ ગ્રસ્ત સૌથી વધારે આંકડા ધરાવતા રાજ્યોમાં ગુજરાત પણ સામેલ રહ્યું હતું. રાજસ્થાન સહિતના રાજ્યોમાં સ્વાઈન ફ્લૂના કેસો સપાટી પર આવી ચુક્યા છે. ગુજરાત સૌથી વધુ ગ્રસ્ત છે. યોગ્ય સારવાર લીધા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલા દર્દીઓની સંખ્યા ૨૧૬૪ જેટલી નોંધાયેલી છે. તમામ સાચવેતીના પગલાં હોસ્પિટલમાં લેવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લુના કેસ સૌથી વધુ નોંધાયા છે. અમદાવાદમાં મોતનો આંકડો ૨૦ ઉપર પહોંચી ચુક્યો છે. જ્યારે અમદાવાદમાં કેસોની સંખ્યા રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી ગઈ છે. અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લુથી અસરગ્રસ્ત કેસોની સંખ્યા માર્ચ મહિનામાં ૭૪ ઉપર પહોંચી ગયો છે. ગુજરાત સ્વાઈન ફ્લુના કારણે અસરગ્રસ્ત રાજ્યોમાં દેશમાં બીજા સ્થાને છે. રાજસ્થાન આ વર્ષે સ્વાઈન ફ્લુના કારણે મોતના મામલામાં પ્રથમ સ્થાને છે જ્યારે વર્ષ ૨૦૧૯ના પ્રથમ બે મહિનામાં અમદાવાદમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. પ્રથમ બે મહિનામાં જ ૯૯૩ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સ્વાઈન ફ્લુના કારણે દરરોજ નવા નવા કેસો નોંધાઈ રહ્યા છે. સરેરાશ ૧૦૦ કેસો સપાટી પર આવી રહ્યા છે. અમદાવાદ ઉપરાંત ભાવનગર, જુનાગઢ અને રાજકોટમાં પણ કેસો નોંધાયા છે. માર્ચ મહિનામાં જ સ્વાઈન ફ્લુના કેસોમાં અમદાવાદ ટોપ ઉપર છે.

સ્વાઈન ફ્લૂનો આતંક...

અમદાવાદ, તા.૩ : ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો આતંક વધી રહ્યો છે. દરરોજ નવા નવા લોકો સ્વાઈન ફ્લૂના સકંજામાં આવી રહ્યા છે. આજે વધુ ત્રણ લોકોના સ્વાઈન ફ્લૂના કારણે મોત થતા ખળભળાટ મચી ગયો હતો.  કિલર બનેલા સ્વાઈન ફ્લુના કારણે લોકોમાં પણ દહેશત છે. નવા વર્ષમાં સ્વાઈન ફ્લૂનું ચિત્ર નીચે મુજબ છે.

સ્વાઈન ફ્લૂથી કુલ મોત................................ ૧૦૭

સારવાર હેઠળ લોકો...................................... ૭૫૯

સ્વસ્થ થયેલા લોકો.......................... ૨૧૬૪થી વધુ

૨૪ કલાકમાં મોત........................................... ૦૩

નવા કેસો........................................................ ૯૦

અમદાવાદમાં નવા કેસ.................................... ૧૬

ગુજરાતમાં સ્વાઈન ફ્લુ

અમદાવાદ, તા.૩ : ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો આતંક વધી રહ્યો છે. દરરોજ નવા નવા લોકો સ્વાઈન ફ્લૂના સકંજામાં આવી રહ્યા છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લુનું ચિત્ર નીચે મુજબ છે.

વર્ષ

મોત

કેસ

૨૦૧૯

૧૦૭

૩૦૦૦

૨૦૧૮

૯૭

૨૧૬૪

૨૦૧૭

૪૩૧

૭૭૦૯

૨૦૧૬

૫૫

૪૧૧

૨૦૧૫

૫૧૭

૭૧૮૦

 

(9:58 pm IST)