Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

શનિવારે મનીષ સિસોદિયાનો અમદાવાદમાં રોડ શો : આપના કાર્યકરોમાં જબરો ઉત્સાહ

રોડ શોને લઇને AAP દ્વારા સોશિયલ મીડિયામાં સોન્ગ લૉન્ચ કરાયું

અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તમામ પાર્ટી પુરજોશમાં તૈયારી કરી રહી છે. આમ આદમી પાર્ટીએ પણ આ વખતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અમદાવાદમાં 6 તારીખે રોડ શો કરશે. રોડ શોને લઇને AAP દ્વારા સોશિયલ મીડિયામાં સોન્ગ લૉન્ચ કરવામાં આવ્યું છે. આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ આપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે

   આ વખતે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટી AIMIM પણ મેદાનમાં હોવાથી બહુપાંખિયો જંગ જોવા મળવાનો છે. આપ દ્વારા એક મહિના અગાઉ ઉમેદવારોની પસંદગી અને ચૂંટણીની રણનીતિ ઘડવા સહિતની કામગીરી હાધ ધરી દેવામાં આવી હતી. હવે ગુજરાતમાં આપનો પ્રચાર કરવા માટે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અમદાવાદ આવી રહ્યાં છે. સિસોદિયા અમદાવાદમાં રોડ શો કરીને આપનું શક્તિ પ્રદર્શન કરશે. આ માટે આપ ગુજરાત પ્રદેશ દ્વારા સોશિયલ મીડિયામાં એક સૉન્ગ લોન્ચ કરવામાં આવ્યું છે

   ગુજરાતમાં આગામી 21 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સૌ પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. ‘આપ’ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આતિષી મરલેનાએ જણાવ્યું કે, પાર્ટી સાફ રાજનીતિ કરવા માંગે છે અને એટલા માટે જ ઘણા સમય પહેલા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટી ઉમેદવારોની ચકાસણી કરીને ટિકિટ આપે છે. જોકે જો કોઈને ઉમેદવારો વિશે પાર્ટીને કંઈ જાણ કરવી હોય તો ઈ-મેઈલ એડ્રેસ પર મોકલી આપી શકે છે

(6:43 pm IST)