Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ગાંધીનગરમાં સે-21ને નિશાન બનાવી તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી સોના ચાંદીના દાગીના સહીત ચાર લાખની મતાની ઉઠાંતરી કરતા ગુનો દાખલ

ગાંધીનગર:શહેરમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે શહેરના સે-ર૭માં આવેલી શિવમ સોસાયટીના મકાન નં.૧૧૯૧ને તસ્કરોએ નિશાન બનાવયું છે. જે અંગે મળતી વિગતો પ્રમાણે શાલીન મોતીભાઈ શાહે ફરીયાદ નોંધાવી છે કે તેમના માતાપિતા મકાનમાં રહે છે અને ગત તા.ર૪ જાન્યુઆરીના રોજ તેમના પિતાની તબિયત બગડતાં તેમને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને તે તેમની બહેનના ઘરે રહેતા હતા. દરમિયાનમાં આજે સવારના સમયે તેમના પાડોશી ગીરીશભાઈએ તેમને ફોન કર્યો હતો અને કહયું હતું કે તમારા મકાનના દરવાજાનો નકુચો તુટેલો છે અને ઘરમાં ચોરી થઈ હોય તેમ લાગે છે જેના પગલે શાલીનભાઈ તુરંત ઘરે પહોંચ્યા હતા અને ઘરમાં જોતાં સરસામાન વેરવિખેર હાલતમાં હતો. તિજોરીમાંથી બે લાખ રૃપિયા રોકડા અને સોનાના દાગીના મળી ચાર લાખ રૃપિયાની મત્તા ચોરાઈ હતી. તેમના મકાનની ઉપર ભાડે રહેતાં પરિવારે જણાવ્યું હતું કે તેમની પુત્રી બાર વાગ્યા સુધી વાંચતી હતી અને સવારે દરવાજો ખોલતાં બહારથી બંધ જણાયો હતો. જેથી મામલે સે-ર૧ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધી તેમને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.

(5:22 pm IST)