Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારના ઝુંડાલ ગામમાં વારાહી મંદિરને નિશાન બનાવી તસ્કરોએ 46 હજારના આભૂષણની ચોરી કરતા ચકચાર મચી જવા પામ્યો

ગાંધીનગર: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ઝુંડાલ ગામમાં આવેલા વારાહી મંદિરમાં ગઈરાત્રીએ તસ્કર ટોળી ત્રાટકી હતી અને મંદિરના ગર્ભગૃહમાં મૂર્તિ ઉપરથી ૪૬ હજારના આભુષણોની ચોરી કરી લીધી હતી. સવારે પૂજારી મંદિરે પહોંચ્યા ત્યારે ચોરીની જાણ થતાં ટ્રસ્ટીઓને જાણ કર્યા બાદ અડાલજ પોલીસને બનાવથી વાકેફ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો નોંધી તસ્કરોને પકડવા દોડધામ શરૃ કરી હતી.   

ગાંધીનગર જિલ્લામાં મકાનદુકાન બાદ હવે તસ્કરો મંદિરોને પણ નિશાન બનાવી રહયા છે ત્યારે શહેર નજીક આવેલા ઝુંડાલ ગામના વારાહી મંદિરમાં તસ્કરો ત્રાટકયાની ઘટના બનવા પામી છે. અંગે ઝુંડાલ ગામમાં રહેતા અને મંદિરના પુજારી ગુણવંતભાઈ હરીપ્રસાદ નાયકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ છેલ્લા ૪૦ વર્ષથી મંદિરની પુજા કરે છે અને ગઈકાલે સાંજે માતાજીની પૂજા આરતી કરીને .૪૦ મીનીટે મંદિર બંધ કરીને તેમના ઘરે ગયા હતા અને સવારના પાંચ વાગ્યાના સુમારે હનુમાન મંદિરની વાડી કંપાઉન્ડમાં કસરત કરવા આવ્યા ત્યારે વારાહી મંદિરનો દરવાજો ખુલ્લો જોયો હતો. જેથી મંદિરનો વહીવટ કરતાં ઘનશ્યામભાઈ પટેલને સંદર્ભે જાણ કરી હતી અને તેઓ આવી જતાં મંદિરમાં જઈ તપાસ કરતાં ગર્ભગૃહના દરવાજાનું પણ હેન્ડલ ખુલ્લુ હતું અને માતાજીની મૂર્તિ આગળ મુકેલી પાવડીમાતાજીનું સોનાનું કોટીયું અને બગસરાના બે હાર મળી ૪૫૮૦૦ રૃપિયાની મત્તા ચોરાઈ હોવાનું અંદાજ આવ્યો હતો. જેના પગલે અડાલજ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને સંદર્ભે ચોરીના ગુનો નોંધી તસ્કરોને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.

(5:22 pm IST)