Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

સુરતના મોટા વરાછામાં જમીન દલાલને જેલમાં પૂરાવવાની ધમકી આપતા પરિણીતાની એકલતાનો લાભ લઇ નરાધમે દુષ્કર્મ આચરતા ચકચાર

સુરત: શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતા જમીન દલાલને જેલમાં પુરાવી દેવાની ધમકી આપી એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપનાર પતિના મિત્ર વિરૂધ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય છે.

મોટા વરાછા વિસ્તારમાં રહેતા જમીન દલાલની પત્ની ગત નવેમ્બર મહિનામાં ઘરે એકલી હતી. દરમિયાનમાં પતિનો મિત્ર દલસુખ ગોવિંદ સોજીત્રા (રહે. હરીદર્શન રેસીડન્સી, ભક્તિનંદન ચોક, મોટા વરાછા) રાત્રે 3 વાગ્યાના અરસામાં ઘરમાં ઘુસી ગયો હતો. દલસુખે મિત્રની પત્નીની એકલતાનો લાભ લઇ અશલીલ હરકતો કરવાની સાથે દુષ્કર્મ કર્યુ હતું

દુષ્કર્મ કર્યા બાદ જો કોઇને કહેશે તો તારા પતિને લાંબા સમય માટે જેલમાં પુરાવી દેવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. જેથી પરિણીતા ડરી ગઇ હતી. દલસુખે ત્યાર બાદ પણ પરિણીતા સાથે જબરજસ્તી કરતા છેવટે ગત રાત્રે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

(5:19 pm IST)