Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

બેચરાજી તાલુકાના રાંતેજ ગામની સીમમાં રાત્રીના સુમારે કાંટાળી વાડમાંથી નવજાત બાળકી ત્યજી દીધેલ હાલમાં મળી આવતા ગ્રામજનોમાં ફીટકારની લાગણી

બેચરાજી:તાલુકાના રાંતેજ ગામની સીમમાંથી રાત્રીના સુમારે કાંટાળી વાડમાંથી ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવતાં ગ્રામજનોમાં ફીટકારની લાગણી ફેલાઈ છે. અંગે નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે પોતાના તાજા જન્મેલા બાળકને અસુરક્ષિત રીતે તરછોડી દેનાર અજાણી મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

સરકાર અને સમાજ દ્વારા બેટી બચાવ અને બેટી પઢાવના સુત્રને સાર્થક કરવા પ્રયાસો કરવામાં આવે છે. પરંતુ ઠેકઠેકાણે તેનાથી વિપરીત ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં બેચરાજી તાલુકાના રાંતેજ ગામમાં સર્જાયેલી ઘટનાએ લોકોમાં ધૃણા ફેલાવી છે. તેની મળતી વિગત પ્રમાણે રાંતેજ ગામની સીમમાં આવેલા રાયણાવાળા આંટામાં એક ખેતરના શેઢાની વાડમાં રાત્રીના સુમારે અજાણી મહિલા પોતાનું પાપ છુપાવવા તાજી જન્મેલી બાળકીને અસુરક્ષિત હાલતમાં ત્યજી દીધી હતી. માસુમ બાળકીનો કડકડતી ઠંડીમાં કણસતી રડતી હોઈ તેનો અવાજ ગામના એક શખસને સંભાળાયો હતો. જેથી તેની જાણ રાજપુરા-રાંતેજ સંયુક્ત ગ્રામ પંચાયતના સરપંચ ઘેમરભાઈ રબારીને કરવામાં આવી હતી. ત્યારબાદ ઘટનાસ્થળે લોકો એકઠા થઈ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સમાં બાળકીને સારવાર માટે બેચરાજી સરકારી દવાખાનામાં લઈ જવાઈ હતી. અંગે બેચરાજી પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

(5:15 pm IST)