Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

બાયડ તાલુકાના સાઠંબા નજીક કાર પલ્ટી જતા યુવતીનું ઘટનાસ્થળેજ કમકમાટીભર્યું મોત નિપજતા અરેરાટી

બાયડ:તાલુકાના સાઠંબા નજીક  કાર પલટી ખાતા એક યુવતીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ગુલાબભાઈ પ્રતાપભાઈ ઝાલા (રહે.વાલાનીમુવાડી) ફરીયાદ અનુંસાર વિક્રમભાઈ બાબુભાઈ ઝાલા  ગાડી  લઇન બાલાસિનારોના ચોરી ગામે જવા માટે નિકળ્યા  હતા. ગાડીની અંદર બેઠેલા તેમની પત્ની રાધાબેન તથા બે બાળકો ગાડી સાથે ચોરી ગામે જવા નિકળ્યા હતા.

સાંજના -૦૦ વાગ્યાના સુમારે બાયડ થી સાઠંબા ગામ તરફ જતા રોડ ઉપર તાલોદ પાટીયા નજીક રોડ ઉપર ઉંટ લારી આગળ જતી હોય તેની પાછળ અચાનક રોઝ  ઓચિંતા નિકળતા ગાડી ચાલકને સ્ટેરીંગ ઉપરનું કાબુ ગુમાવતા અલ્ટો ગાડી રોઈ સાઈડની ચોકડીમાં ઉતરી પલ્ટી ખાઈ જતા અંદર ગાડીમાં બેઠેલા રાધાબેન ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ મારફતે વાત્રક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું.

સાઠંબા પોલીસે ગુલાબભાઈ પ્રતાપભાઈ ઝાલા (રહે.વાલાનીમુવાડી) ફરીયાદ ના આધારે ફરીયાદ નોંધી વિક્રમભાઈ બાબુભાઈ ઝાલા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:13 pm IST)