Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

મહેસાણાના વિજાપુરમાં ભેળસેળયુક્ત સીંગતેલનું કૌભાંડ ઝડપાયુ: શ્રીજી ટ્રેડર્સ નામની પેઢીમાં દરોડા

અડધા લીટરથી લઇને 15 કિલો સુધી અંદાજે અઢી લાખના સીંગતેલના ડબ્બાઓ સીઝ

 

મહેસાણાના વિજાપુરમાં ભેળસેળયુક્ત સીંગતેલ વેચવાનું કૌભાંડ ઝડપાયુ છે. મહેસાણાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી કરતા વિજાપુરની ગંજ બજારમાં શ્રીજી ટ્રેડર્સ નામની પેઢીમાં દરોડા પાડ્યા.હતા

જેમાં શ્રી ગોપી અને ગાય છાપ નામે સીંગતેલ ઝડપી પાડ્યુ છે.જેમાં ફૂડ વિભાગે અડધા લીટરથી લઇને 15 કિલો સુધીના અંદાજે અઢી લાખ રૂપિયાના સીંગતેલના ડબ્બાઓ સીઝ કર્યા છે

. ભેળસેળયુક્ત સીંગતેલ મૂળ છત્રાલની આસ્થા ટ્રેડર્સ નામની ફેકટરીમાં તૈયાર કરાતું હોવાનું સામે આવ્યુ છે.

(10:37 pm IST)