Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

અમદાવાદથી કુઆલાલુમ્પુર સીધી ફ્લાઇટો શરૂ કરાઈ છે

પ્રવાસીઓ માટે આજથી જ ટિકિટ બુકિંગનો પ્રારંભ : અમદાવાદથી કુઆલાલુમ્પુર સુધીની નવી સીધી ફલાઇટ શરૂ કરાતાં પ્રવાસીને વધુ એક સુવિધા અને સફરનો આનંદ

અમદાવાદ, તા. : દેશમાં સૌથી વધુ પસંદગીની લો કોસ્ટ એરલાઇન્સમાંની એક એરએશિયાએ આજે અમદાવાદથી કુઆલા લુમ્પુરમાંથી પ્રથમ ડાયરેક્ટર ફ્લાઇટ રૂ કરવાની બહુ મહત્વની જાહેરાત કરાઇ હતી. એરલાઇન્સની ફ્લાઇટમાં નવા વધારા સાથે એની આંતરરાષ્ટ્રીય સેવામાં વધારો થયો છે. તો બીજીબાજુ, પ્રવાસીઓમાં પણ આનંદની લાગણી ફેલાઇ ગઇ છે. હવે કુઆલા લુમ્પુરની મુલાકાત લેવા ઇચ્છતા પ્રવાસીઓ રૂ. ૩૩૯૯ જેટલી ઓછી કિંમતે હવાઈ મુસાફરી કરી શકે છે. પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં લઇ એરએશિયા દ્વારા આજથી ટિકિટ બુકીંગનો પ્રારંભ કરાવી દેવાયો હતો. નવો પ્રવાસ તા.૨૯ એપ્રિલ, ૨૦૨૦થી રૂ થશે. રૂઆત સાથે વધુ પ્રવાસીઓ એર એશિયાની પસંદગી કરવા પ્રેરિત થશે અને તેમનો કુઆલાલુમ્પુર સુધીનો પ્રવાસ વધારે સુવિધાજનક બનશે.

         આ વિશે એરએશિયાનાં કોમર્ર્શીયલ હેડ રાજકુમાર પરન્થમને જણાવ્યું હતું કે, એરએશિયામાં અમારા વિઝન નાઉ એવરીવન કેન ફ્લાય એટલે કે હવે દરેક વિમાનમાં મુસાફરી કરી શકે છે તેને અનુરૂ અમારો ઉદ્દેશ દરેક સ્ટેપ પર અમારા મહેમાનોને લાભ થાય એવી વિશિષ્ટ ઓફરો રજૂ કરવાનો છે. ડેવલવપમેન્ટ સાથે અમે અમારા રૂ પર વધારે સ્થળો ઉમેરવા અને અમારા મહેમાનોને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનનો સુવિધાજનક અનુભવ આપવામાં મદદરૂ થવા આતુર છીએ. અમને આશા છે કે, ફ્લાઇટની રૂઆત સાથે અમારી વૃદ્ધિને વેગ મળશે અને અમને પ્રકારની વધારે ઓફર કરવા વધારે પ્રેરણા મળશે. એરએશિયા એક્સ બર્હાડ અત્યારે દિલ્હી, જયપુર અને અમૃતસરથી કુઆલાલુમ્પુર તથા અન્ય ઘણા આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે જોડાણ ધરાવે છે. હવે અમદાવાદથી કુઆલાલુમ્પુર સુધીની નવી સીધી ફલાઇટ રૂ થતાં પ્રવાસીઓને વધુ એક સુવિધા અને સફરનો આનંદ પ્રાપ્ય બનશે.

(8:57 pm IST)